કાળી જીરી એ ઘણી બીમારીમાં ઉત્તમ આયુર્વેદિક દવા છે, જાણો તેના ફાયદાઓ…
રસોડામાં ઘણી એવી વસ્તુ રહેલી હોય છે જેનાથી શરીરને ઘણા લાભ મળે છે. અમુક દેશી દવાઓ અને ધરગથ્થું ઉપચાર પણ આપના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. જેની સારવારમાં વપરાતી ઔષધિઓ રસોડામાંથી જ મળી રહેતી હોય છે.
આજે અમે તમને એક એવી ઔષધી એટલે કે ઘરેલું ઉપાય જણાવીશું જેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે. આ આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન્સ જેવા ઘણાં પૌષ્ટિક તત્ત્વો પણ પૂરાં પાડે છે. તો ચાલો જાણી લઈએ એ ઘરેલું ઉપચાર વિશે..
અમે વાત કરી રહ્યા છીએ કાળીજીરી વિશે.. જે વજન ઘટાડવા અને પાચક આરોગ્ય સુધારવા માટે અજવાઈન અને મેથી સાથે સંયોજનમાં લોકપ્રિય છે. તેનો ઉપયોગ ત્વચાની સમસ્યા માટે ખુબ જ ઉપયોગી થાય છે જેમાં તે ખંજવાળ અને ત્વચા પર બળતરા ઘટાડવામાં મદદ કરે છે. કાલી જીરી એ ઘણી બીમારીમાં ઉત્તમ આયુર્વેદિક દવા છે, કાળીજીરી આકારમાં નાના અને સ્વાદમાં તીખા હોય છે.
કાળીજીરી નું ફળ કડવું હોય છે. આ પૌષ્ટિક અને ઉષ્ણ વીર્ય હોય છે. કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્ની વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે. કાળી જીરી અને અજમાનું ચૂર્ણ શરીર માટે ખૂબ લાભદાયી છે, આ ચૂર્ણ તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ માટે :-
આયુર્વેદ મુજબ કાળીજીરીનું સેવન આપણા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે. તેની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, પ્રોટીન, ફાઇબર ઉપરાંત અનેક પ્રકારના વિટામિન્સ અને ખનીજ તત્વો હોય છે. સામાન્ય રીતે કાળીજીરી નું તેલ કાળીજીરીના બીજમાંથી કાઢવામાં આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
પેટની ચરબી ઓછી કરવા :-
કાળી જીરી નું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થઇ જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે. શરીર ગરમ રહેતું હોય, અથવા થોડો તાવ રહેતો હોય, પાચન સરખું થતું ન હોય તો એવા રોગોમાં કાળીજીરીના પાવડરનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ ઉકાળો પીવાથી થોડા જ દીવસમાં આ વીકૃતીઓ શાંત થઇ જાય છે.
દાંતના દુખાવામાં રાહત :-
દાંતો માં દુખાવો થાય ત્યારે કાળીજીરીના પાવડર ને પાણી માં નાંખી આ પાણી થી કોગળા કરવા જોઈએ. જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે અને આ દુખાવા માંથી છુટકારો મળે છે. કોગળા કરવાના સિવાય કાળીજીરી ના પાવડર ને દુખાવો થતો હોય તે દાંત પર પણ લગાવી પણ શકાય છે.
ચૂર્ણ બનાવવાની રીત:
મેથીના દાણા, અજમો, કાળી જીરીને ત્રણેયને લઈને દસ મિનીટ સુધી ધીમા તાપે શેકી લેવા. શેકાય ગયાં પછી જયારે તે ઠંડા થઇ જાય એટલે તેને ક્રશ કરીને એક એર ટાઈટ બોટલમાં આ ચૂર્ણ ભરી લેવું. આ ચૂર્ણને રોજ સુતા પહેલાં એક કપ હુંફાળા પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને પીવું, માત્ર એક જ સમય ચૂર્ણ લેવું, એક ચમચીથી વધારે ન લેવું જોઈએ. નિયમિત 3 મહિના સુધી આ ચૂર્ણનું સેવન કરવાથી શરીરમાં રહેલી ગંદકી દુર થાય છે અને શરીર અંદરથી પણ તંદુરસ્ત બને છે.
ચૂર્ણ ના ફાયદા:
આ ચૂર્ણના સેવન કરવાથી હાડકાઓ મજબૂત થાય છે, શરીરમાં કાર્ય કરવાની શક્તિ વધે છે, સ્મરણ શક્તિમાં પણ વધારો થાય છે, થાક કે તણાવ થતો નથી. ચામડીની બીમારી માંથી મુક્તિ મળે છે. વાળની સમસ્યા દુર કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે, જેના કારણે તમારી ત્વચા પણ સુંદર બની રહે છે. હ્ર્દયની કાર્ય ક્ષમતામાં વૃદ્ધિ થાય છે, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. એટલા માટે હાર્ટએટેકની સમસ્યા પણ થતી નથી.