ઉનાળામાં ખાસ ખાવી જોઈએ કાકડી, જે ઉનાળામાં શરીરને ઠંડક આપવાની સાથે લૂ અને ડિહાઈડ્રેશનથી બચાવે છે…

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે અમે તમને આ સીઝનમાં સૌથી વધુ ફાયદા આપતી કાકડીના ફાયદા જણાવીશું.

શરીરની ગરમી વધવાના પણ અનેક કારણો છે. જેમકે ટાઇટ કપડા પહેરવા, વધુ પડતી કસરત, ભારે દવાઓ કે પછી તડકામાં લાંબો સમય રહેવું. વધુમાં મસાલેદાર ભોજન ખાવાથી પણ શરીરની ગરમી વધી શકે છે. ત્યારે શરીરની આ આંતરિક ગરમીને દૂર કરવામાં માટે પાણીથી ભરપૂર ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ ડાયટમાં સામેલ કરવા જોઈએ.

કાકડી શરીરને ઠંડક આપી રિફ્રેશ કરે છે. કાકડીના ઘણાં હેલ્થ બેનિફિટ્સ છે. કાકડીમાંથી વિટામિન કે, સી, બી1, પોટેશિયમ, ફોસ્ફરસ, કોપર, મેગનીઝ, બાયોટીન અને મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે.

ગરમીની સિઝનમાં કાકડી ખાવાથી અનેક લાભ મળે છે. કાકડી ખાવાથી કબજીયાત દૂર થાય છે. તે શરીરની બળતરાં તથા ગરમીના બધાં દોષ દૂર કરે છે. કાકડી ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે. તેનો રસ પથરીમાં પણ લાભદાયક હોય છે.

કાકડીને કારણે ગરમીમાં લૂ નથી લાગતી અને શરીર હાઈડ્રેટ રહે છે. કાકડી શરીરને આંતરિક ગરમી અને બહારના ગરમ વાતાવરણ સામે રક્ષણ પૂરું પાડે છે અને શરીરને ઠંડક આપે છે.

બપોરના ભોજનની સાથે કચુંબર તરીકે અથવા તો બપોરે ભૂખ લાગી હોય ત્યારે કાકડીનું કચુંબર બનાવીને લેવું. આનાથી તમારું પેટ જલ્દી ભરાશે અને ઓવરઈટિંગ પણ નહીં થાય. સાથે જ વજન પણ કંટ્રોલમાં રહેશે.

ઘણાં લોકોને પેશાબ સંબંધી સમસ્યાઓ ઉનાળામાં વધી જતી હોય છે. એવામાં પેશાબ છૂટથી ન આવતો હોય અથવા તો બળતરા થતી હોય તો તેમને પણ ઉનાળામાં ખડી સાકર મિક્સ કરેલી કાકડી ખાવાથી ફાયદો થાય છે.

દરરોજ કાકડી ખાવાથી સ્કિન હેલ્ધી રહે છે. કાકડીની અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં અંદર વિટામીન બી5 અને વોટર કન્ટેન્ટ હોય છે. દરરોજ કાકડી ખાવાથી તે તમારી સ્કિનને અંદર અને બહારથી ખૂબ જ હેલ્ધી રહે છે અને પિમ્પલ્સની સમસ્યા પણ થતી નથી.

આપણા શરીરને સરખી રીતે કામ કરવા માટે પાણીની જરૂર પડતી હોય છે. ડોક્ટર હંમેશા લોકોને સલાહ આપતા હોય છે કે દરરોજ છથી આઠ ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ. આમાં જો તમે રોજ કાકડી ખાશો તો તે તમારી સ્કિન અને તમારા શરીરને હાઈડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *