શું તમે જાણો છો ?? કડવા લીમડાનાં છે મીઠા ગુણ ?

શું તમે જાણો છો ?? કડવા લીમડાનાં છે મીઠા ગુણ ?
Spread the love

કડવો લીમડો એ મીઠાં ગુણ ધરાવતો હોવાથી સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાય છે. તે લગભગ બધી જ જગ્યાએ જાવા મળે છે.તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. કડવો લીમડો એ ખૂબ જ ગુણકારી હોઇ તેના બધા ભાગોનો ઉપયોગ ઔષધી તરીકે થતો હોય છે.

લીમડાનાં તમામ ભાગો કડવા હોય છે અને તેની કડવાશ પણ ખૂબ જ તીવ્ર હોય છે પરંતુ તે સાથે તે એટલી ગુણકારી પણ હોય છે.કડવો લીમડો પાંચ ભાગ ધરાવે છે.જેમાં મૂળ,છાલ,પાંદડા,ફૂલ ને ફળ વગેરેનો સમાવેશ થાય છે.જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે.

તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે. લીમડામાં પ્રોટીન, કાર્બાેહાઇડ્રેટ, ફાઇબર, કેÂલ્શયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામીન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે.


કડવા લીમડાના પાંદડાનાં નિયમિત ઉપયોગથી ચામડીની બિમારી તથા કુષ્ઠ રોગ જેવી બિમારીમાં જલ્દીથી રાહત મળે છે.નવજાત શિશુઓને લીમડાના કુમળા પાંદડાઓને વાટીને તેનો રસ નિયમિત રીતે પીવડાવવાથી તેને ઝેરી જીવજંતુઓની અસર થતી નથી.

શરીરની ગરમી,ગૂમડાંઓ વગેરેમાં રાહત મેળવવા માટે રોજ સવારે ૨૦થી ૨૫ ગ્રામ લીમડાંના પાન તોડી આખી રાત પલાળી સવારે ૧૦થી ૧૨ ગ્રામ કાળા મરીમાં વાટી તેમાં થોડી ખાંડ મિક્સ કરો.તેને રોજ સવારે નરણાં કોઠે દસ દિવસ સુધી લેવું.

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ ” LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *