જુના ચપ્પલ, હાથ માં ફાટેલો થેલો લઈને દુકાને ખરીદી કરવા ગઈ આ મહિલા, હકીકત ખબર પડતા જ હાથ જોડી ને દુકાનદાર માંગવા લાગયા માફી
તેના પગ પર જૂની હવાઈ ચપ્પલ પહેરીને, તેના હાથમાં એક નાનું જુનું પર્સ અને કરચલીવાળો જૂનો ડ્રેસ અને મોઢા પાર ઓઢણી ઢાંકી, જ્યારે લખનૌના મોહનલાલગંજના એસડીએમ પલ્લવી મિશ્રા કરિયાણાની દુકાન પર પહોંચ્યા ત્યારે તેમને કોઈ ઓળખી શક્યું નહિ.
ખરેખર, લોકડોઉન દરમ્યાન એસડીએમ સાહિબા એ જાણવા નીકળી હતી કે કોઈ દુકાનદાર દર કરતા વધારે કિંમતથી તો માલ વેચેતા નથી ને???.
તે ઘણી દુકાનોમાં ગઈ, કેટલાક દુકાનદારો એમઆરપી કરતા વધારે માલ વેચતા હતા. આના પર જ્યારે તેણે 20 દુકાનદારોને નોટિસ આપી ત્યારે દરેકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
એસ.ડી.એમ. પલ્લવી મિશ્રાએ પોતાનો વેશ બદલીને ગરીબ અને મજબૂર લોકો પાસેથી લોટ, કઠોળ, ચોખા, તેલ વગેરેની રોજિંદી વસ્તુઓ માટે વધુ ચાર્જ ન લે તે માટે વેશ બદલ્યો હતો.
તેમનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં દુકાનો ઓછી છે, તેથી લોકો વધુ દરે માલ વેચે છે. તેથી આ બધાને ચેતવણી આપવામાં આવી છે. નગરની તમામ દુકાન પર દરની સૂચિ ચોંટાડવા આદેશ આપ્યો છે.