
ટીવી જગતનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. આ શો ના દરેક કિરદારો ખુબ જ ફેમસ અને લોકપ્રિય છે.પણ શો ના લીડ અભિનેતા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની કોમેડી લાજવાબ હોય છે.
દિલીપ જોશી આ શો સાથે 12 વર્ષોથી જોડાયેલા છે. રિપોર્ટના આધારે જેઠાલાલ એક દિવસની શુટિંગ માટે 50 હજાર રૂપિયા ફી લે છે અને તે દિવસમાં 25 દિવસ જ કામ કરે છે. આ હિસાબે દિલીપ જોશીની મહિનાની ફી 15 લાખ રૂપિયા છે. આ શો માં દિલીપ જોશી સૌથી વધારે ફી લેનારા અભિનેતા છે.
દિલીપ જોશી મૂળ ગુજરાતના રહેનારા છે, તે પોતાની પત્ની અને પરિવાર સાથે મુંબઈમાં રહે છે. દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરથી જ થીએટરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેને પહેલો રોલ એક સ્ટેચ્યુનો મળ્યો હતો. તે આ નાટકમાં સાથ થી આઠ મિનિટ સુધી માત્ર સ્ટેચ્યુ બનીને જ ઉભા રહ્યા હતા.
દિલીપ જોશીને બે વાર ઇન્ડિયન નેશનલ થીએટર એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.પહેલી વાર તેને તે હમ પંછી એક ડાલ કે સીરિયલમાં કામ મળ્યું હતું. જેના પછી તે ઝી ટીવી નો શો ઝરા હટકે માં જોવા મળ્યા હતા. જો કે તેને સાચી ઓળખ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દ્વારા મળી હતી.
દિલીપ જોશી હમ આપકે હૈ કોન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખિલાડી-420, વન ટુ કા ફોર અને દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે