ઝેપી દત્તાની પુત્રી નિધિ અને બિનોય ગાંધી ના લગ્નની સુંદર તસવીરો થઇ વાયરલ, તમે પણ અહી જોઇલો….
હિંદી સિનેમાના પ્રખ્યાત ફિલ્મમેકર ઝેપી દત્તાની પુત્રી નિધિ દત્તાએ બિનોય ગાંધી સાથે લીધા સાત ફેરા. છેલ્લા કેટલાક દિવસોથી બિનોય અને નિધિના લગ્નની રસમો જયપુરમાં એક ખાનગી હોટલમાં ચાલી રહી હતી.
ગઈ કાલે નિધિ અને બિનોય હંમેશા-હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સાથે જ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
લગ્નની તસવીરોમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહી છે. બોલીવુડના આ લગ્નમાં બોલીવુડ સાથે જોડાયેલા ઘણા જાણીતા સ્ટાર્સ પહોંચ્યા હતા.
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અભિનેત્રી રવીના ટંડન અને સંગીતકાર અનુ મલિક, અર્જુન રામપાલ જેવા સ્ટાર્સ નિધિ અને બિનોયના લગ્નમાં હાજર રહ્યા હતા. આ બોલીવુડ કલાકારોની તસવીરો પણ સામે આવી છે.
માહિતી મુજબ આ લગ્નમાં આયુષ્માન ખુરાના, અમૃતા સિંહ અને સોનૂ નિગમ સહિત ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા, જોકે તેમની તસવીરો હજી સુધી સામે આવી નથી.
લગ્નની તસવીરોમાં કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. સાથે જ ઘણા વીડિયોમાં પણ કપલની સાથે તેના પરિવારના લોકો જોવા મળી રહ્યા છે. પોતાના લગ્ન માટે નિધિએ ગોલ્ડન રંગનો લહેંગો કેરી કર્યો હતો. સાથે જ હેવી જ્વેલરીની સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
જ્યારે બિનોયે પોતાના લગ્નમાં સફેદ રંગની શેરવાની પહેરી હતી. એક તસવીરમાં ઝેપી દત્તા પુત્રી અને જમાઈ સાથે જોવા મળી રહ્યા છે, જ્યારે અન્ય એક તસવીરમાં જોઈ શકાય છે કે, બિનોય ગાંધી નવી દુલ્હન સાથે સેલ્ફી લઈ રહ્યા છે.
અર્જુન રામપાલે શેર કરી તસવીરો: અભિનેતા અર્જુન રામપાલે લગ્નની ઘણી તસવીરો પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર શેર કરી છે. તેમણે ઘણી તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હવે તે પતિ-પત્ની છે.
@નિધિદત્તાઓફિશિયલ અને @બિનોયગાંધી369 દત્તા પરિવાર અને ગાંધી પરિવાર. ગજબના લગ્ન છે. આટલી સુંદર પળોથી ભરેલા. સુંદર મહેમાનગતિ અને બધી મોજમસ્તી માટે આભાર. એક પરી કથા સેટિંગ અને ઓએમજી ભોજન. આ બંનેને હંમેશા માટે જોડીને રાખજો. ફરીથી આભાર. તમને બધાને પ્રેમ. આ નવી કપલ હંમેશા ખુશ રહે.”
પાર્ટીની ઝલક પણ બતાવી: લગ્ન પછી પાર્ટીની ઝલકે પણ લોકોનું મન મોહી લીધું છે. પાર્ટીના પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પાર્ટીની તસવીરોમાં કોપર કલરના લહેંગામાં નિધિ અને બિનોય બ્લેક કલરની શેરવાનીમાં જોવા મળી રહ્યા છે.
સુનીલ શેટ્ટી પણ થયા શામેલ: નિધિ દત્તા અને બિનોય ગાંધીના લગ્નમાં બોલીવુડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટી પણ શામેલ થયા છે. સુનીલ પોતાની પત્ની સાથે લગ્ન અટેંડ કરવા માટે પહોંચ્યા હતા.
મહેંદીની તસવીરો પણ વાયરલ થઈ હતી: આ પહેલા મહેંદી અને સંગીત સેરેમની તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી હતી. નિધિના બંને હાથમા મહેંદી લાગેલી હતી અને તે તસવીરમાં પોતાના બંને હાથ પર લગાવેલી મહેંદીને નિહાળતા જોવા મળી રહી હતી.
ઓગસ્ટ 2020 માં થઈ હતી સગાઈ: જણાવી દઈએ કે આ પહેલા બંને ઓગસ્ટ 2020 માં સગાઈ કરી ચુક્યા હતા. બંનેની સગાઈ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સગાઈના લગભગ 6 મહીના પછી કપલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
જણાવી દઈએ કે નિધિ અને બિનોય બંનેના દિલમાં એકબીજા માટે પ્રેમ છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંને એક કામ માટે મળ્યા હતા, પરંતુ આ દરમિયાન બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા હતા…