બોલિવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા એ ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા, તે જોઇને ચાહકોની આંખો પહોળી થઇ ગઇ…
બોલિવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના અંગત અને વ્યાવસાયિક જીવનને લગતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ છે.
વર્ષ 2020ને અલવિદા કહેતા ઈશાએ તેનો એક ટોપલેસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જે ખુબ વાયરલ થયો. બેડરૂમની અંદર ક્લિક કરાયેલા આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં ઈશા આળસ મરડી રહી હોય તેવો પોઝ કરતી જોવા મળી હતી.
ગત દિવસોમાં ઈશાએ તેની લીલી બિકીની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું છે, “ક્યાંક તો ગરમી વધી ગઈ છે.”
આવા ઘણા બધા ફોટોઝ ઈશાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તેના વર્ક ફ્રન્ટની વાત છે, તે ઘણી સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.
ઈશાએ રુસ્તમ, કમાન્ડો 2, બાદશાહો અને પલ્ટન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જો તેની આગામી ફિલ્મોની વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં દેશી મેજિક અને હેરા ફેરી 3માં જોવા મળશે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે ઈશાએ 2012માં રજૂ થયેલી ફિલ્મ જન્નત-2થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2008માં રિલીઝ થયેલી ઇમરાન હાશ્મીની બ્લોકબસ્ટર ફિલ્મ જન્ન્તની સિક્વલ હતી.
વર્ષ 2012માં, તેણે સોની ટીવીની લોકપ્રિય સીરિયલ સીઆઈડીમાં કામ કર્યું હતું અને તે નેશનલ જિયોગ્રાફિકનો શો નૈટ જિઓ સુપરકાર્સમાં જોવા મળી હતી.