રાત્રે સૂતા પહેલા એક ઇલાયચીનું સેવન કરવાથી થશે ઘણા ફાયદાઓ, જાણીને તમે ખાવાનુ શરુ કરી દેશો…

ભારતીય રસોડામાં ઈલાયચીનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તે એક સુગંધિત મસાલો છે. મોટે ભાગે તે ચા, ખીર, હલવો અને મીઠાઈ જેવી ચીજોમાં નાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા એક ઇલાયચીનું સેવન કરવાથી તમને ઘણા ફાયદાઓ મળે છે.

મોંની દુર્ગંધ દૂર કરે:

ઇલાયચી નેચરલ માઉથફ્રેશનર તરીકે પણ કાર્ય કરે છે. રાત્રે દાંતની નીચે દબાવવાથી સવાર સુધીમાં મોંની દુર્ગંધ જતી રહે છે.

કબજિયાતથી રાહત:

જો તમને કબજિયાત છે, તો ઈલાયચીનું સેવન ફાયદાકારક છે. દરરોજ એક ઈલાયચી ખાવાથી કબજિયાત સંબંધિત બિમારીમાં રાહત મળે છે. યાદ રાખો કે કબજિયાત અન્ય બિમારીને પણ આમંત્રણ આપે છે. તેથી, તેને વિકસિત થવા દેવું જોઈએ નહીં.

ઉલટી રોકવામાં અસરકારક:

ઘણા લોકોને કારમાં મુસાફરી દરમિયાન ઉલટી થવાની ફરિયાદ રહે છે. આવી સ્થિતિમાં, જો તમે બસ, કાર, ટ્રેન અને ફ્લાઇટમાં મોં માં ઈલાયચી દબાવીને મુસાફરી કરો કરો છો તો તમને ઉલટી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

એસિડિટીને દૂર કરો:

જો તમને એસિડિટીની સમસ્યા છે તો, ઇલાયચી ખૂબ ઉપયોગી છે. તેને રાત્રે સૂતા પહેલા દાંતની નીચે દબાવીને રાખવાથી તેમાં રહેલું એક ખાસ તેલ રિલીઝ થઈને શરીરમાં જાય છે. તેનાથી એસિડિટી દૂર થાય છે.

અસ્થમામાં આરામ:

જે લોકો અસ્થમા એટલે કે દમના દર્દી છે અથવા જેમને શ્વાસ લેવામાં તકલીફ છે તે પણ એલચીનું સેવન કરીને રાહત અનુભવી શકે છે. તેની તાસીર ગરમ હોવાથી અસ્થમાના દર્દીને ફાયદો મળે છે. તેનું તમારે દરરોજ સેવન કરવું જોઈએ.

વજન ઘટડાવા માટે મદદગાર:

વધતા વજનથી લગભગ દરેક ત્રીજી વ્યક્તિ પરેશાન છે. આ સ્થિતિમાં દરરોજ એક ઈલાયચીનું સેવન કરવાવાથી વજન ઓછું કરી શકાય છે. તેમાં રહેલા પોષક તત્વો તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

તણાવ ઓછું કરે: જો તમે દરરોજ એક ઈલાયચીનું સેવન કરો છો તો તેનાથી તમારું તણાવ પણ ઓછું થાય છે. આ માટે તમારે મોં માં એક ઈલાયચી રાખવી જોઈએ. તેમાં રહેલા તત્વો તમારા સ્ટ્રેસ લેવલને ઘટાડવાનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *