એસિડિટી ની સમસ્યા હોય તો ખાઓ આ હેલ્દી ફૂડ, મળશે રાહત, નહિ થાય પેટ અને છાતીમાંં બળતરા

એસિડ રિફ્લક્સ ત્યારે થાય છે જયારે પેટથી અન્નપ્રણાલીમાં એસિડ બેકફ્લો થાય છે. પરંતુ તેનાથી જટિલતાઓ અને પરેશાનીના લક્ષણ પેદા થઇ શકે છે. જો એસિડિટીથી રાહત મેળવવાના ઉપાય તરત ન કરવામાં આવે તો, પેટની અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે.

સૌથી કોમન બીમારીઓ કે હેલ્થ પ્રોબ્લમ્સની વાત કરીએ તો, તે લિસ્ટમાં એસિડિટીનો નંબર આવે છે. તેનું કારણ એ છે કે, એસિડિટીની સમસ્યા કયારેક કયારેક તો બધાને થાય જ છે.

મ્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, વધુ પડતી ચા કે કોફીનું સેવન, સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન, વધારે પ્રમાણમાં તળેલો ખોરાક લેવો, મસાલેદાર જમવાનું અથવા તો લાંબાં સમય સુધી ભૂખ્યુ રહેવાથી એસિડિટીની સમસ્યા થાય છે.

એસિડિટીનો કોઇ નિશ્ચિત હોતો નથી. તેે તો કયારેય પણ થઇ જાય છે. જો તમે પણ એસિડિટીથી પરેશાન છો અને તેનાથી રાહત મેળવવા માંગો છો તો તે બધી વસ્તુઓ જેનાથી એસિડિટીથી રાહત મેળવી શકાય છે તેના વિશે જાણો…

એસિડિટીમાં દવા ખાવાની જગ્યાએ તમે કેટલાક ઘરેલુ નુસખા અપનાવી શકો છો. આ સાથે જ તમે તમારા ડાઇટમાં કેટલાક એવા ફૂડ સામેલ કરો જેનાથી તમને એસિડિટીની સમસ્યાનો સામનો ન કરવો પડે.

1.દૂધ
દૂધ પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થઇ શકે છે. પરંતુ યાદ રાખો કે તમારે ગરમ નહિ પરંતુ ઠંડુ દૂધ પીવાનું છે. ઠંડુ દૂધ પેટમાં ગૈસ્ટ્રીક એસિડને રોકવામાં મદદ કરે છે. દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે પેટમાં એસિડ બનવાની પ્રક્રિયાને રોકી દે છે.

2.કેળું
કેળાએ કદાચ સૌથી સારો પ્રાકૃતિક એંટાસિડ છે જે એસિડિટીથી બચાવે છે. પોટેશિયમથી ભરપૂર પ્રતિ દિવસ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવેે છે. જો તમે ભોજન વચ્ચે સમયનું અંતર વધારો રાખો છો તો કેળું એ સૌથી સારો વિકલ્પ છે.

3.છાસ
છાસમાં લૈક્ટિક એસિડ હોય છે. જેને કારણે એસિડિટીમાં છાસ પીવાથી આરામ મળે છે. જો તમે વધારે મસાલેદાર અને હેવી જમવાનું જમ્યા છો તો છાસમાં શેકેલું જીરૂ અને મરીનો પાવડર નાખીને પીવો. તમે આમાં લીમડાના પત્તાં પણ નાખી શકો છો.

4.તુલસીના પત્તાં
તુલસી પત્તાનો ઉપયોગ એસિડિટીમાં રાહત મેળવવા માટે પણ થાય છે. વધારે પડતી એસિડિટી થાય ત્યારે તુલસીના કેટલાક પત્તાં ખાઇ જાવ અથવા તેને પાણીમાં નાખી ઉકાળી તે પાણી પી જવું. આવું કરવાથી એસિડિટીમાં રાહત મળે છે.

5.ઇલાયચી
ઇલાયચી પેટના ડાયજેશનને ઠીક રાખે છે. તે આપણા પેટના આંતરિક હિસ્સાને બળતરાથી બચાવે છે. જયારે તમને લાગે કે પેટમાં એસિડિટીને કારણે બ્લોટિંગ થઇ રહી છે તો તમે બે ઇલાયચી ખાઇ લો. તમે ગરમ પાણીમાં ઇલાયચીને ઉકાળીને પણ પાણી પી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *