શું તમે પણ માનસિક રીતે કાયમી રહો છો પરેશાન ???, તો જરૂરથી અજમાવો આ ઉપાય…

જો કોઈ માણસની કુંડળીમાં ચંદ્ર ની સ્થિતિ સારી ન હોય ત્યારે તેની સીધી અસર માનસિક સ્થિતિ પર રહે છે. કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ માનસિક રોગમાં વધારો કરે છે.

સાથે ઘરમાં ઝગડા થવા, ઓફિસ અને ઘરની સમસ્યા, માતા પિતા ના સ્વાથ્યને લઈ ચિંતા આવી ઘણી બધી અસરને કારણે તમે માનસિક રૂપથી પરેશાન રહી શકો છો. જો તમે આવી સ્થિતિમાં પસાર થઈ રહ્યા છો તો તમારે ચંદ્રની સ્થિતિ ને મજબૂત રાખવાની જરૂર છે.

તેનાથી તમને માનસિક રૂપથી છુટકારો મળશે. તો ચાલો આપણે જ્યોતિષ શાસ્ત્ર ના ઉપાયો વિશે જાણીએ.

મળશે રાહુ ના અશુભ પ્રભાવથી મુક્તિ

જ્યારે તમે સુવો તે પહેલા તમારા હાથ પગ ધોઈને જ પથારી પર જવું. જો તમારા પગ ખરાબ અથવા તો ભીના હોઇ ત્યારે પથારી પર ન જવું. એવું કરવાથી રાહુનો અશુભ પ્રભાવ પડે છે અને તેના લીધે તમારી મુશ્કેલીમાં વધારો થશે. આ માટે તમારે હાથ પગ ધોઈ ને પથારી પર જવું અને ભગવાનના નામ લેવા.

આ મંત્રજાપ છે ફળદાયી

માનસિક રોગ માંથી મુક્તિ મેળવવા તમારા મનમાં આવેલ ખરાબ વિચારોથી દુર રહેવું. તમારા ઇષ્ટદેવ નું સ્મરણ કરવું અને દરરોજ સવારે રુદ્રાક્ષ ની માળા દ્વારા “ ઓમ ઉમદેવિભ્યા નમ:” આ મંત્રનો જાપ કરવો. એવું કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળશે અને માનસીક તણાવથી છુટકારો મળશે.

આ વસ્તુઓ પ્રાપ્ત થયા બાદ આપવો અર્ધ્ય

માનસિક રોગ માંથી મુક્તિ મેળવવા માટે એક ચાંદીના કળશ માં દૂધ, જળ, ચોખા, સાકર અને ગંગાજળ લઇ ચંદ્રમાને અર્પણ કરવું. આ સાથે સવાર સાંજ પાંચ દીવાઓ ઘરના મંદિરમાં, આંગણામાં અને તુલસીના છોડ પાસે પ્રગટાવવા. એવું કરવાથી માનસિક પરેશાનીથી છુટકારો મળશે.

આ ઉપાય થી થશે માનસિક તકલીફો દૂર

ભગવાન શિવની પૂજા કરવાથી ચંદ્રમા ની સ્થિતિ મજબૂત બને છે. તેથી જન્મદિવસે, કોઇ વ્રત હોય ત્યારે અને શિવરાત્રી પર શિવજીનો રુદ્ર અભિષેક કરવો જોઈએ અને મોન રહીને શિવજીનું ધ્યાન કરવું. પૂનમનું વ્રત રાખી ચંદ્રમાનું પૂજન કરવું. આવું કરવાથી તે શુભ ફળ આપે છે.

આ રીતે થાય છે મગજ સતેજ

દરોરજ બ્ર્હ્મામુહુર્તમાં સ્નાન કરવું જોઈએ અને આપણા ઇષ્ટદેવ નું ધ્યાન ધરવું જોઈએ. સૂર્યોદય થયા ની અઢી કલાકની અંદર ભોજનનું ગ્રહણ કરવું. તેનાથી મગજ ને પૂરી શકિત મળે છે અને તે માનસિક રીતે મજબૂત થાય છે. જો બ્રહ્મ મુહૂર્તમાં નાસ્તો કરવામાં આવે તો મગજ નબળો પડે છે.

આ ઉપાય થી ચંદ્રની સ્થતિ બનશે મજબૂત

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચંદ્રમાની સ્થિતિને મજબૂત બનાવવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચોખાની ખીર બનાવીને ખવડાવવી જોઈએ. આ સાથે પણ ધ્યાન રાખવું કે સોમવારના દિવસે દૂધ ન પીવું જોઈએ. સૂતા સમયે નાકમાં બદામના બે ટીપાં નાખવા અને દરરોજ ચોખા અને બે અખરોટ ખાવા. એવું કરવાથી બધી સમસ્યા માંથી છુટકારો મળશે અને બધા કાર્યો માં સફળતા પ્રાપ્ત થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *