નાળિયેર અને લીંબૂનો આ ટોટકો અપનાવશો તો મળશે ઈચ્છિત નોકરી અને પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થશે દૂર…

આજના સમયમાં બેરોજગારી એક ખૂબ મોટી સમસ્યા છે. રોજગાર વગર જીવન પસાર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. હવે એવું નથી કે લોકોની અંદર નોકરી માટે લોકોમાં આવડત અથવા ટેલેંટ નથી.

ઘણી વાર આ બધી ચીજો હોવા છતા પણ નોકરી મળતી નથી. તેનું કારણ ખરાબ નસીબ અથવા ખૂબ જ વધારે કોમ્પિટિશન છે. એક નાની નોકરી માટે પણ હજારો-લાખોની સંખ્યામાં અરજીઓ આવે છે. આવી સ્થિતિમાં ઘણીવાર તે તમારા નસીબની મેટર પણ બની જાય છે.

આ વાતને ધ્યાનમાં રાખીને, આજે અમે તમને કેટલાક વિશેષ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ જ્યોતિષીય ઉપાય દ્વારા તમને ઈચ્છિત નોકરી મળશે. ભીડમાં સૌથી પહેલા તમારું નસીબ ચમકશે. તમે યોગ્ય દિશામાં જોબ શોધવાનું શરૂ કરશો. એકંદરે, આ ઉપાય અપનાવવથી લાભ મળશે.

એક સૂકું નાળિયેર લાવો અને તેને અડધું કાપી લો. તેના એક ભાગમાં ઘી અને બીજા ભાગમાં ખાંડ નાખો. હવે તેને પીપળાના ઝાડ પાસેની જમીનમાં દફનાવી દો. આ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો તમને કોઈ જુવે નહિં. નહિં તો આ ઉપાય નિષ્ફળ જશે. આ કાર્ય કર્યા પછી, ઘરે આવીને સ્નાન કરો અને ભગવાનની મૂર્તિની સામે હાથ જોડો અને તમારી ઈચ્છિત નોકરી માટે પ્રાર્થના કરો.

અમાસની રાત્રે લીંબુ સાથે ચોક પર જાઓ. આ લીંબુને ચાર ટુકડા કરી લો. તેમને ચારેય દિશામાં ફેંકી દો. આ કરીને તરત જ ઘરે આવો અને રસ્તામાં ક્યાંય પણ રોકાવું નહિં. જ્યારે તમે ચોક પરથી પરત આવી રહ્યા છો ત્યારે પાછળ વળીને ન જુવો. ઘરે આવ્યા પછી હાથ મોં ધોઈ લો અને ભગવાનની સામે સરસવનો દીવો પ્રગટાવો.

શુક્લ પક્ષના શુક્રવારે અથવા કોઈપણ શુભ દિવસે તાળું ખરીદો અને તેને મંદિરમાં દાન કરો. હવે જ્યારે પણ કોઈ આ તાળું ખોલશે, ત્યારે તમારું નસીબ પણ ખુલશે. આ રીતે તમારી સમસ્યા સમાપ્ત થઈ જશે. આ ઉપાય ઈચ્છિત નોકરી ઉપરાંત દરેક ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

બુધવારે નજીકના ગણેશજીના મંદિરે જાઓ. અહીં, ગૌરીપુત્રની સામે હાથ જોડીને તમારી ઇચ્છા બોલો. ત્યાર પછી ઉંધો સ્વસ્તિક બનાવો અને જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ થઈ જાય ત્યારે મંદિરે જાઓ અને તેને સીધો સ્વસ્તિક બનાવી દો. આ ઉપાય ખૂબ જ અસરકારક છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *