
વાળનું ખરવું જેટલી સામાન્ય સમસ્યા છે તેટલી જ પરેશાની ભરેલી પણ છે કારણ કે સતત ખરતા વાળ ટેંશન આપે છે અને સુંદરતામાં પણ ઘટાડો કરે છે.
એવામાં આયુર્વેદિક રીતે બનેલું આ તેલ વાળની ખરવાની સમસ્યા દૂર કરવાની સાથે વાળ કાળા અને ઘટ્ટ બનાવે છે. સાથે જ તે મજબૂત અને ચમકદાર થઇ જાય છે. તો ચાલો જાણીએ કયું છે તે તેલ જે વાળને ખરતા રોકવામાં મદદ કરશે.
આમ પણ વાળના મૂળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. શેમ્પૂ કરતા પહેલા કરવામાં આવેલું તેલનું માલિશ વાળને મજબૂતી આપે છે. સાથે જ તેનાથી વાળ સ્મૂથ અને સિલ્કી બને છે. એવામાં લીમડાંથી બનેલું આ આયુર્વેદિક તેલ વાળના મૂળમાં જઈ તેને મજબૂતી આપવાનું કામ કરે છે.
આયુર્વેદિક તેલ બનાવવા માટે જરૂરી છે મીઠો લીમડો અને કડવો લીમડો. આ બંનેને મિક્સ કરીને તેલ બનાવવાથી વાળ સફેદ થવા અને ડ્રાય થવા જેવી સમસ્યા પણ દૂર ભાગે છે. મીઠો લીમડો અને કડવા લીમડાંની સાથે નાળિયેરનું તેલ અને કેસ્ટર ઓઇલ મિક્સ કરો. આ બંને પ્રકારના તેલ બજારમાં સરળતાથી મળી જાય છે.
મીઠો લીમડો અને કડવા લીમડાંને લઈને પીસી લો. પછી તેને કોઈ મલમલના કપડાંમાંથી ગાળીને રસ અલગ કરી લો. હવે આ રસને નાળિયેર અને એરંડિયાના એક ચમચી તેલમાં ભેળવીને વાળ પર લગાવો. આ બધી વસ્તુઓના ગુણકારી તત્વો વાળ પર સીધી અસર કરશે. અને થોડાં જ દિવસોમાં તેની અસર જોવા મળશે.
ધ્યાનમાં રાખવું કે વાળના મૂળમાં તેલ લગાવ્યા પછી તેને ઓછામાં ઓછું એક કલાક માટે રાખવું. ત્યાર પછી જ શેમ્પૂ કરવું. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ તેલનો ઉપયોગ ઘણી હદ સુધી અસર બતાવી શકે છે.