મોઢામાં વારંવાર છાલા પડે છે તો અપનાવો ઘરેલુ ઉપચાર, થશે તરત જ રાહત

Spread the love

મોં માં પડતા છાલા પેટમાં ગડબડીને કારણે થાય છે. જેના કારણે વ્યક્તિને કઇ પણ ખાવામાં તકલીફ થાય છે.

મોઢામાં છાલા થવાના અન્ય કારણો પણ હોઈ શકે છે, જેમ કે શરીરમાં પોષકતાની ખામી, ખરાબ જીવનશૈલી અથવા પછી ખાવાનું-પાનમાં ગડબડીનું કારણ પણ મોઢામાં છાલા પાડી શકે છે.આ પીડાથી રાહત મેળવવા માટે તમને કેટલાક ઘરેલું ઉપાયો જણાવીશું.

તુલસી-
તુલસીમાં આરોગ્યવર્ધક અને પીડા નિવારક ગુણ છે. દિવસમાં બે વાર પાંચ તુલસીનાં પાંદડા ખાવાથી છાલાની પીડામાં રાહત મળે છે. આ ઉપરાંત ધીમે ધીમે ઠીક થવા લાગે છે.

ખસખસ
ખસખસ ખાવાથી પેટની ગરમીમાં ઠંડક આપે છે. પેટમાં ઠંડક થવાથી મોઢાના છાલા પણ મટી જાય છે.

નાળિયેર-
નાળિયેર તેલ અને પાણી મોંનાં છાલ માટે સૌથી વધુ ફાયદાકારક છે. નાળિયેર પાણી પીવાથી શરીર ઠંડું થાય છે. નારિયલ ઘસીને મોઢાના છાલા ઉપર લગાડવું એ પીડા માં રાહત આપે છે.

હળદર
હળદરના પાવડરમાં થોડું પાણી નાખીને પેસ્ટ કરો અને તેને છાલા પર મૂકો. હળદર એન્ટિસેપ્ટીક અને એન્ટિ ઇન્ફ્લેમેટરીનો ગુણ છે, જે ન તો માત્ર છાલા ઠીક કરે છે, પણ ફરીથી થતાં અટકાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *