આવી રીતે દુર કરો આંખોને ફરતે રહેલા ડાર્ક સર્કલ….

વધતી ઉમર કે ટ્રેસને કારણે આંખોને ફરતે ડાક સર્કલ બનવા લાગે છે અને તે ચહેરાની રોનક ઓછી કરે છે. દરેક વ્યક્તિ પોતાના ચહેરાની સુંદરતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરે છે પરંતુ અનેક કારણોસર ડાક સર્કલ તેમાં બાધારૂપ બને છે.

ડાકસર્કલ બનવાનું સૌથી મોટું કારણ હવામાન છે. ઉનાળાની ઋતુમાં, ચહેરા પર આળસ સાથે, ડાર્ક સર્કલ આંખો નીચે દેખાય છે, આ ડાકસર્કલ્સને મેકઅપની મદદથી સરળતાથી છુપાવી પણ નથી શકાતા.

આંખો નીચે થતા આ ડાક સર્કલથી સ્ત્રી અને પુરુષ બન્ને પીડાઈ છે. જોકે, આ ઘરેલુ ઉપચારથી ડાક સર્કલને ઝડપથી દુર કરી શકાય છે.

ડાર્ક સર્કલ થવાના કારણો

કમ્પ્યુટરનો વધારે પડતો ઉપયોગ

પુરતી ઉંઘ ન લેવી

ધુમ્રપાન અથવા દારૂનું સેવન

રક્ત અભાવ

હવામાન ફેરફાર

શરીરમાં પાણીનો અભાવ

ડાક સર્કલનો ઘરેલુ ઉપચાર
મોટા ભાગના લોકો આ સમસ્યાના સમાધાન માટે કોસ્મેટિક્સ અને બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તેનાથી ક્ષણિક તો ડાક સર્કલ ઓછા દેખાય છે પરંતુ લાંબા ગાળે સમસ્યા ઘટવાને બદલે વધે છે. એટલે આપણા રસોઈઘરમાં રહેલા ઔષધનો ઉપયોગ કરવામાં આવે તો ઓછા ખર્ચે કાયમી ઇલાજ થઈ શકે છે. તો જાણી લઈને ઉપચાર.

સામગ્રી જરૂરી
1 ચમચી લીંબુનો રસ
1 ટીસ્પૂન ટમેટા રસ
લોટ એક ચપટી
હળદરની ચપટી

રીત
એક વાટકીમાં બધી સામગ્રીને એક સાથે મિક્સ કરો અને તેની પેસ્ટર બનાવો. આ પેસ્ટ બનાવતા માત્ર એક મિનિટ જેટલો સમય લાગશે. આ પેસ્ટને આંખ નીચેના ડાક સર્કલ પર વ્યવસ્થિત રીતે લગાવો. અને તેને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણી વડે ચહેરો સાફ કરો. અઠવાડિયામાં 4-5 વખત આ પ્રયોગ કરવાથી ગણતરીના સમયમાં ડાક સર્કલ ગાયબ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *