સાવધાન : વધુ પડતા ગરમ પાણીના સેવનથી શરીરને થઈ શકે છે નુકસાન, જાણો કઇ રીતે ??

છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે લોકો ઠંડી વસ્તુઓથી દૂર જ ભાગી રહ્યાં છે. આ ઉપરાંત ઘણા લોકો સતત ઉકાળા અને ગરમ પાણીનું જ સેવન કરવાનો આગ્રહ રાખતા થઈ ગયા છે. જ્યારે અમુક લોકોની શિયાળામાં ગરમ પાણી પીવાની ટેવ હોય છે.

ગરમ પાણી પીવાથી પેટ સાફ થવાની સાથે શરીરમાં રહેલી ગંદકીને દૂર કરવાનું કામ કરે છે. જેથી ડૉક્ટર પણ ગરમ પાણી પીવાનું સૂચન આપતા રહે છે. પરંતુ એ વાત ધ્યાને રાખવી જોઈએ કે કોઈપણ ફાયદાકારક વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક બની જાય છે. એ જ રીતે વધુ પડતા ગરમ પાણીના સેવનથી શરીરને નુકસાન થઈ શકે છે.

જાણી લો ગરમ પાણીના ફાયદા અને નુકસાન….

– ગરમ પાણી શરીરને પોષક તત્ત્વ ગ્રહણ કરવામાં મદદ કરે છે, આ સાથે જ તે દિવસભરના થાકને દૂર કરવામા પણ મદદરૂપ થાય છે.
– ગરમ પાણીનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરાઈ રહે છે. આવી સ્થિતિમાં ભૂખ ઓછી લાગવાથી વજન ઓછું કરવામા મદદ મળે છે.
– ગરમ પાણીનું સેવન કરવાને કારણે પરસેવા સ્વરૂપે શરીરમાંથી ગંદકી દૂર થાય છે. આ સાથે ત્વચાના છિદ્રોની પણ બરાબર સફાઈ થઈ જાય છે. ચેહરા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ, કરચલીઓ દૂર થતા ગ્લો વધે છે.

નુકસાન-

– વધુ પડતા ગરમ પાણીના સેવનના કારણે મોઢામાં છાલ્લા પડી જાય છે, જેના કારણે ભોજન કરવામાં મુશ્કેલીઓ થાય છે.
– અમુકવાર ગરમ પાણીના વધુ સેવનથી દાંત કે પેઢામાં નુકસાન થાય છે.
– કિડની શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરતી હોય છે, પરંતુ વધારે પડતું ગરમ પાણી પીવાના કારણે કિડનીને નુકસાન થાય છે.
– વધુ પડતું ગરમ પાણી કિડનીને તેનું કામ કરતા અટકાવે તો શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર થતા નથી, જે લાંબે ગાળે મોટી બીમારીઓ નોતરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *