
ઘણાં લોકો ગમે તે સીઝન હોય ગરમ પાણી જ પીતા હોય છે. એમાં પણ ઉનાળામાં ખાસ કરીને ગરમ પાણી પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. વધુ પડતું ગરમ પાણી પીવાથી શરીરનું આંતરિક તાપમાન વધે છે અને નુકસાન થઈ શકે છે.
જેથી ઉનાળામાં ખાસ તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે અથવા તો એકવાર ડોક્ટરની સલાહ લીધા પણ ગરમ પાણી પીવું. આ સિવાય ઉનાળામાં એકદમ હૂંફાળુ ગરમ પાણી પીવું. વધારે ગરમ હોય એવું પાણી ન પીવું. આ સિવાય આખો દિવસ ગરમ પાણી ન પીવું. આખા દિવસમાં 2-3 ગ્લાસ નવશેકું પાણી પીવું અને બાકી સામાન્ય માટલાનું પાણી પીવું.
બ્લડ પ્રેશર
જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા રહતી હોય તો ભૂલથી પણ ગરમ પાણી ન પીવું. દરરોજ ગરમ પાણી પીવાથી બ્લડ પ્રેશર વધે છે.
અનિંદ્રા
જો તમને રાત્રે ગરમ પાણી પીવાની ટેવ હોય, તો તેના પર ધ્યાન આપો. ગરમ પાણી પીવું ખૂબ ફાયદાકારક છે, પરંતુ ગરમ પાણી હંમેશા ન પીવો. રાતે ગરમ પાણી પીને સૂવાથી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. જો તમને અનિંદ્રાની સમસ્યા રહતી હોય તો તેનો ઉપયોગ કરવો નહીં. આનાથી Sleep Bicycle Disturb થાય છે.
સ્વાસ્થ્ય માટે હાનિકારક
કેટલાક લોકો સવારે ગરમ પાણી પીવે છે જેથી પેટ સાફ આવે અને કેટલાક નવશેકા પાણીમાં મધ-લીંબુ મિક્ષ કરીને પીવે છે. પણ શું તમે જાણો છો કે વધુ પ્રમાણમાં ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
સર્જરી
જો તમારી સર્જરી થઈ હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ ગરમ પાણી પીવું જોઈએ. કારણ કે બાયપાસ સર્જરીના મોટાભાગના કિસ્સાઓમાં, ડોકટરો ઓછુ પાણી પીવાની સલાહ આપે છે.
શરીરને નુકસાન
ગરમ પાણી પીતા સમયે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વધારે પ્રમાણમાં ગરમ પાણીનું સેવન કરવાથી આપણા શરીરને નુકસાન થાય છે. આંતરિક સિસ્ટમના હાનિ પહોંચે છે.
કિડની
હૂંફાળું પાણીથી તમારી કિડની પર સામાન્ય કરતાં વધુ ભાર પડે છે, જેના કારણે કિડનીને સામાન્ય રીતે કામ કરવામાં સમસ્યા થાય છે. તેથી તમારે ગરમ પાણી પીવું જોઈએ, પરંતુ આખો દિવસ નહીં.