બોલીવુડની હોટ અભીનેત્રી એવલિન શર્મા ના ઘરે ગુંજી ઉઠી કિલકારી, તેણે આપ્યો ક્યુટ દિકરી ને જન્મ…

Spread the love

અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં જોવા મળેલી અભિનેત્રી એવલિન શર્મા 12 નવેમ્બરે પહેલા બાળકની માતા બની છે.

હવે અભિનેત્રીએ પોતે પહેલી વખત પોતાના ચાહકો સાથે પોતાની ન્યૂબોર્ન પુત્રીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં એવલિન તેની પુત્રીને તેની છાતી સાથે લગાવીને કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીર સાથે અભિનેત્રીએ લખ્યું છે કે, મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ.

આટલું જ નહીં આ તસવીર સાથે અભિનેત્રીએ તેની પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. તેમણે પોતાની પુત્રીનું નામ એવા રાનિયા ભીંડી રાખ્યું છે.

એવા એક લેટિન નામ છે, જેનો અર્થ થાય છે ‘પક્ષી’, ‘જીવન’, ‘પાણી’. આ ઉપરાંત તેનું એક અન્ય મહત્વ છે. સેન્ટ એવા રાજા પેપિનની પુત્રી હતી, જે અંધત્વથી ઠીક થઈ હતી. સ્વસ્થ થયા પછી, તે એક સાધ્વી બની ગઈ. નોંધપાત્ર છે કે પેપિન રોમન સામ્રાજ્યમાં જર્મન ભાષી લોકોનો રાજા હતો.

આ અભિનેત્રીએ તાજેતરમાં જ પુત્રીના નામે એક એકાઉન્ટ બનાવ્યું છે, જે તે પોતે જ મેનેજ કરી રહી છે. પુત્રીના આ એકાઉન્ટ પરથી અભિનેત્રીએ પહેલીવાર શુક્રવારે એક પોસ્ટ શેર કરી છે.

તેમાં તેના પતિ તુષાન ભિંડી અને પુત્રીની ઝલક જોવા મળી રહી છે. આ સાથે કેપ્શન આપ્યું છે, આભાર ટીમ, પહેલા એડવેંચરની શરૂઆત. અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ચાહકોને અપડેટ કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે એવલિન શર્માએ 15 મેના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં ડેન્ટલ સર્જન તુષાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. કોરોના વાયરસના કારણે આ લગ્નમાં તેની માતા પણ શામેલ થઈ શકી ન હતી.

આ લગ્નના ચાર અઠવાડિયા પછી જ અભિનેત્રીએ પોતાની પ્રેગ્નેંસીના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા હતા. અભિનેત્રી તે સમયથી લઈને આજ સુધી પોતાના બેબી બમ્પની તસવીરો શેર કરતી આવી છે. અભિનેત્રી એવલિન શર્મા ઘણી ફિલ્મોમાં પોતાની સુંદરતા અને ક્યૂટ સ્ટાઈલથી લોકોનું દિલ જીતી ચુકી છે.

તમને જણાવી દઈએ કે એવલિન શર્મા પોતાની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે પણ ખૂબ પ્રખ્યાત છે.

પોતાની ફેશન સ્ટાઈલ વિશે એવલીને એક વખત કહ્યું હતું કે, ‘કાળા (કપડાં) પહેરીને તમે ગમે ત્યાં જઈ શકો છો કારણ કે તે હંમેશા સારું લાગે છે. આ સાથે તમે ફ્લોરલ ડ્રેસ પહેરીને દિવસમાં બહાર જઈ શકો છો. આ સાથે જ ડેનિમ તો એવરગ્રીન હોય જ છે.’

અભિનેત્રી એવલીને ફિલ્મ ‘ફ્રોમ સિડની વિથ લવ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એવલિન શર્મા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે.

તેણે છેલ્લા 9 વર્ષમાં ‘યારિયાં’, ‘યે જવાની હૈ દીવાની’, ‘મેં તેરા હીરો’, ‘સાહો’ અને ‘જબ હેરી મેટ સેજલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તે ફિલ્મી પડદા પર ‘યે જવાની હૈ દીવાની’માં લારાના પાત્રથી જાણીતી છે

Leave a Reply

Your email address will not be published.