સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે હિંગ, તેના ફાયદાઓ જાણીને તમે પણ રહી જશો દંગ
સામાન્ય રીતે દરેક ઘરના રસોડામાં હિંગ હાજર જ હોય છે. હિંગ માત્ર ખાદ્યપદાર્થોનો જ સ્વાદ નથી વધારતી પરંતુ તે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી પણ રાહત આપે છે. હિંગના ઔષધીય ગુણધર્મો પણ એટલા જ ચોક્કસ છે. હિંગ પેટમાં દુખાવો, કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે. આજે અમે તમને હિંગના ફાયદા વિશે જણાવીશું..
ડાયાબિટીઝના દર્દીઓએ હંમેશાં ખોરાકમાં હિંગનો ઉપયોગ કરવો જોઈએ. જેના ઘૂંટણમાં હંમેશાં દુખાવાની ફરિયાદ રહે છે, તેઓએ હિંગને પાણીમાં ભેળવીને દુખાવાની જગ્યાએ લગાવવી જોઈએ. આમ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
જો તમને કબજિયાત હોય તો, એક ગ્લાસ પાણીમાં એક ચપટી હિંગ અને ખાવાનો સોડા મેળવીને પીવાથી કબજિયાત ચૂટકીમાં દૂર થઈ જશે. આ ઉપરાંત જો ગેસની સમસ્યા હોય તો છાશમાં હિંગ નાખો અને સાથે મીઠું નાખીને પીવાથી ગેસની સમસ્યા પણ દૂર થશે.
કેટલીક વાર અચાનક દાંતનો દુખાવો થાય છે જે અસહ્ય બની જાય છે. જ્યારે પણ આવી દુખાવો થાય છે તરત જ દુખાવાની જગ્યાએ હિંગનો નાનો ટુકડો નાખો. જેનાથી થોડા સમયમાં માટે દુખાવાથી રાહત મળશે.
હિંગ પીડા અને બીમારીઓથી તો રાહત આપે જ છે, સાથે-સાથે હિંગ ચહેરાને નિખારે છે. જો તમે ખિલની સમસ્યાથી પરેશાન છો તો પિમ્પલ્સ પર પાણીમાં હિંગ મિક્સ કરીને લગાવો અને તેને સૂકવવા દો. સૂકાયા પછી ચહેરાને પાણીથી ધોઈ લો. આ નિયમિતપણે કરવાથી થોડા જ દિવસોમાં પિમ્પલ્સમાંથી મુક્તિ મળશે.