આ અભીનેતા એ બોલીવુડના સુપર સ્ટાર બનવા માટે કર્યો છે ખુબ જ સંધર્ષ, તે પાણી ટાંકી પર જ સૂઈ જતાં….
કહેવાય છે કે નિષ્ફળતા એ સફળતા ની ચાવી છે. પણ સફળતા એને જ મળે છે જે સખત મહેનત કરવા તૈયાર હોય જે રાત અને દિવસ ને એક કરી જાણે, લોકો હમેશાં સફળ વ્યક્તિ અને એની સફળતા જોવે છે એ સફળતા ની પાછડ એના સંધર્ષ ને કોઈ યાદ નથી રાખતું.
નસીબ પણ હમેશાં એનો જ સાથ આપે છે જે મહેનત કરે છે. બૉલીવુડ ના સુપર સ્ટાર તેઓ પોતાના સંધર્ષ ની વાત કરતાં કરતાં રડી પડ્યા. હા પણ એના અતિશય પરિશ્રમ પછી જે એમને સફળતા મળી છે એ ખરેખર સરાહનીય છે.
મિથુન ચક્રવતી બૉલીવુડ ના એક જાણીતા કલાકાર છે. જેઓ એ પોતાના પરિશ્રમ થી સફળતા મેળવી છે. આ ઊચાઇ પર પહોચવાં માટે તેમણે જે સંધર્ષ કર્યો છે તેની જ વાત આપણે આજે કરશું.
ડાન્સ ઈન્ડિયા ડાન્સ માં તેઓ જજ તરીકે આવતા ત્યાર બાદ હાલ માં જ સ્ટાર પ્લસ પર આવતા શો ડાન્સ ઈન્ડિયા પ્લસ માં તેઓ જોવા મળ્યા. આ શો માં તેઓ પાર્ટિસિપેટ ની વાત સાંભળી પોતાના સંધર્ષ ની વાત તેઓ એ કરી અને વાત કરતાં કરતાં તેઓ ભાવુક થઇ ગયા.
અને બધા તેમની વાત સાંભળી ને રડવા લાગ્યા. મિથુન ચક્રવતી સરળ અને કાર્યલક્ષી છે જેના લીધે તેમના ફોલોર્સ ખૂબ જ વધારે છે. હવે એમને પોતે જ ફિલ્મો માં કામ કરવાનું બંધ કરી દીધું.
પાણી ટાંકી પર જ સૂઈ જતાં મિથુન ચક્રવતી
ટેલિવિજન ની લોકપ્રિય ચેનલ સ્ટાર પ્લસ પર આવતા ડાન્સ ઈન્ડિયા પ્લસ માં શો માં મિથુને પોતાના ભૂતકાળ ની વાત કરતાં જણાવ્યુ કે જ્યારે એ પેલીવાર મુંબઈ આવ્યા ત્યારે એમની પાસે રેવા માટે ધર તો ન હતું પણ સુવા માટે કોઈ જગ્યા પણ ના હતી.
ક્યારેક તો પૈસા ના હોવાથી તેમણે કેટલા દિવસ ભૂખ્યા રેવું પડતું. વધુ માં એમને કીધું કે રાત ના સમયે બીજાના ધર ની ઉપર પાણી ની ટાંકી ની પાછડ એ સૂઈ જતાં જેથી કોઈ સિકિયોરિટી ગાર્ડ તેમને જોઈ ના શકે. આ સાંભળી ને બધા ગમગીન થઇ ગયા..
મિથુન ચક્રવતી ને ફિલ્મો માં કામ નો મળતું ત્યારે
મિથુને આગળ વાત કરતાં જણાવ્યુ કે શરૂઆત માં એમને બવ જ બધાં એ રિજેકટ કર્યા. જેથી એક્વાર તો તેઓ હિમંત હારી ગયા. હવે કઈ નહિ થઇ શકે. પણ એમને એના જીવનને ફરી એક મોકો આપ્યો. રોજ ઓડિશન આપવા જતા અને રાતે પાણી ની ટાંકી પર સૂઈ જતા. એમને બવ મુશ્કિલ થી કામ મળ્યું. પણ કામ મળ્યા પછી એમને પૂરી જાન લગાવી ને મહેનત થી કામ કર્યું. અને પછી ક્યારેય પણ પાછું વળી ને નથી જોયું.
ડાન્સ થી ઓળખાતા મિથુન ચક્રવતી
બૉલીવુડ ના આ અભિનેતા એ જણાવ્યુ કે વારંવાર એમને રિજેક્ટ થવું પડતું હતું એમના રંગ ના કારણે તે સમય માં આવી બધી માન્યતા ઓ હતી અને ભેદભાવ પણ હતા.
ત્યારે એમને ડાન્સ કરવાનું પસંદ કર્યું. અને પૂરી મહેનત એમાં જ લગાવી દીધી, લોય પાણી એક કરી ને એમને ડાન્સ ઇન્ડ્રસ્ટી માં જંપલાવ્યું અને તેઓ લોકપ્રિય થઇ ગયા