
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવીક ફરી એકવાર તેમની રોમેન્ટિક કેમેસ્ટ્રી વિશે ચર્ચામાં છે.બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે હાલમાં જ નતાશાએ હાર્દિકને કિસ કરતી વખતે એક ફોટો શેર કર્યો છે,જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં નતાશાએ પૂલમાં હાર્દિકને કિસ કરતી વખતે એક ફોટો શેર કર્યો હતો.ફોટો સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે માય સનશાઇન.બંનેનો આ રોમેન્ટિક પોઝ બધાને ખૂબ પસંદ આવે છે.
હાર્દિક પંડ્યા અને નતાશા બંને સોશિયલ મીડિયા સ્ટાર્સ છે.અહીં તે બંને એકબીજા સાથે અને ક્યારેક તેમના પુત્ર સાથે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.
સોશિયલ મીડિયા પર નતાશા અને હાર્દિકના લાખો ચાહકો છે.જેઓ આતુરતાપૂર્વક તેમના ફોટાઓની રાહ જુએ છે,તે બંને પ્રશંસકોની પ્રિય જોડીમાં શામેલ છે.
નતાશા હંમેશાં તેના બોલ્ડ ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરે છે.
નતાશા અને હાર્દિકના લગ્ન ગયા વર્ષે જ થયા હતા.એમને એક પુત્ર પણ છે.જેનું નામ અગસ્ત્ય છે.પુત્રના જન્મની માહિતી હાર્દિકે ખુદ ટ્વિટર દ્વારા શેર કરી હતી.
જણાવી દઈએ કે નતાશા ટીવી રિયાલિટી શો બિગ બોસની 8 મી સિઝનમાં જોવા મળી છે.તેમણે સત્યાગ્રહ ફિલ્મમાં એક આઈટમ સોંગ પણ કર્યું છે.આ સાથે રેપર બાદશાહનું પ્રખ્યાત ગીત ‘ડીજે વાલા બાબુ’ પણ જોવા મળી છે.