હનુમાન જયંતિ પર સાચા મનથી આ ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છા પૂર્ણ થશે.
ભગવાન હનુમાન રામજીના પરમ ભક્ત છે અને તેમને ભગવાન શિવનો અવતાર પણ માનવામાં આવે છે. હનુમાનજીને શિવનો 11 મો અવતાર કહેવામાં આવે છે. હનુમાનજીને સંકટમોચક પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે હનુમાનજી હંમેશા તેમની રક્ષા કરે છે.
હનુમાનજીના આશીર્વાદ મેળવવા ખૂબ જ સરળ છે. મંગળવારે તેમની પૂજા કરવાથી અને તેમને લગતા પાઠ વાંચવાથી તેમના આશીર્વાદ મળે છે.
આ સિવાય હનુમાન જયંતિના દિવસે તેમની પૂજા કરવી પણ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે જો હનુમાન જયંતિ પર સાચા મનથી તેમની પૂજા કરવામાં આવે તો તેના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે.
ક્યારે છે હનુમાન જયંતી:
આ વર્ષે હનુમાન જયંતિ 27 એપ્રિલે આવી રહી છે. ખરેખર, દર વર્ષે હનુમાન જયંતી કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશ તિથિ પર આવે છે. જ્યારે ઘણી જગ્યાએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ પણ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 27 એપ્રિલના રોજ આવી રહી છે.
હનુમાન જયંતિ 2021 પૂજા મુહૂર્ત:
પૂર્ણિમા તિથિ 26 એપ્રિલ 2021 ના રોજ બપોરે 12:44 વાગ્યે શરૂ થશે, જે 27 એપ્રિલ 2021 ના રોજ રાત્રે 09:01 વાગ્યા સુધિ રહેશે. આ અનુસાર 27 એપ્રિલના રોજ આ તહેવાર ઉજવવામાં આવશે.
શાસ્ત્રોમાં હનુમાનજીનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે બજરંગબલી આજે પણ પૃથ્વી પર રહે છે. તેમને ચિરંજીવીના આશીર્વાદ પ્રાપ્ત છે. તેમને સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર કહેવામાં આવ્યા છે.
જે લોકો ભગવાન હનુમાનની નિયમિત પૂજા કરે છે, તેમના જીવનમાં સુખ-શાંતિ રહે છે. આ સિવાય જે લોકોની કુંડળીમાં શનિ ભારે હોય છે અને અશુભ ફળ આપે છે. તે લોકોએ પણ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી શનિ ગ્રહ શાંત થાય છે અને તમને અનુકૂળ પરિણામ મળે છે.
આ રીતે કરો ભગવાન હનુમાનની પૂજા:
હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી વિધિપૂર્વક હનુમાનજીની પૂજા કરો. જો તમે ઇચ્છો તો તમે મંદિરે જઈને પણ ભગવાન હનુમાનજીની પૂજા કરી શકો છો.
હનુમાનજીની પૂજા કરતી વખતે પહેલાં તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. હવે હનુમાનજીને તેમની પસંદની ચીજો જેવી કે ચમલીનું તેલ વગેરે અર્પણ કરો. તેમને ચોલા, સુગંધિત તેલ અને સિંદૂર ચળાવવાનો પણ નિયમ છે.
હનુમાનજીને લાલ રંગ ખૂબ પસંદ છે. તેથી તમે તેમને લાલ રંગના ફૂલો પણ અર્પણ કરી શકો છો. આ ચીજો અર્પણ કર્યા પછી લાલ આસન પર બેસીને તેમની પૂજા શરૂ કરો.
રામાયણ, રામચરિત માનસના અખંડ પાઠ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરેમાંથી કોઈ પણના પાઠ કરો.
યાદ રાખો કે સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બાહુક પાઠના પાઠ સાંજે 7 વાગ્યા પછી જ કરવા જોઈએ.
તેથી જો તમે ઇચ્છો તો તમારા ઘરે પણ આ પાઠ સાંજે 7 વાગ્યા પછી કરી શકો છો. પાઠ શરૂ કરતા પહેલાં અને પછી, રામ નામના જાપ કરો. પાઠ વાંચવા ઉપરાંત, જો તમે ઈચ્છો તો ૐ હનુમંતે નમઃ। અથવા તમે અષ્ટાદશ મંત્ર ‘ૐ ભગવતે આન્ઝનેયાય મહાબલાય સ્વાહા’ મંત્રના જાપ પણ કરી શ્કો છો.
કરો આ ઉપાય:
જે લોકોને ડર અથવા ખરાબ સ્વપ્નો આવે છે. તે લોકો પૂજા કર્યા પછી હનુમાનજીના ચરણોમાં ચળાવેલું સિંદૂર લો. તેને એક કાગળમાં રાખી દો. આ કાગળ હંમેશાં તમારા બેડ પાસે રાખો.
જે લોકોની કુંડળીમાં શનિ ભારે હોય છે, તે લોકો હનુમાનજીને સરસવનું તેલ ચળાવો.
કોઈ ઇચ્છા છે, જે પૂર્ણ થઈ રહી નથી. તો તમે હનુમાનજીને લાલ ગુલાબ ચળાવો. આ ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છા પૂર્ણ થશે.