ભાઈના લગ્નમાં હંસિકા મોટવાની લાગતી હતી જકાસ, જુઓ તેની સુંદર તસવીરો….
હંસિકા મોટવાણી ઈંડસ્ટ્રીની પ્રખ્યાત મોડેલ અને અભિનેત્રી છે. તેણે હિન્દી ફિલ્મોની સાથે સાથે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.
ત્યારપછી તે મોડેલિંગમાં પોતાનું નસીબ અજમાવવા ચાલી ગઈ. મોડલિંગની સાથે-સાથે તેણે બોલીવુડમાં પણ પગ મુક્યો પરંતુ વધારે સફળતા ન મળ્યા પછી તેણે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને તે ત્યાં સફળ રહી.
ખરેખર, અભિનેત્રી હંસિકા મોટવાણી આજકાલ ઘણી બધી હેડલાઈન્સમાં છે. સોશિયલ મીડિયા પર તેમની અલગ અલગ સ્ટાઈલ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે અભિનેત્રીના ઘરમાં આ દિવસોમાં ખુશીનું વાતાવરણ છે.
હંસિકાના ભાઈ એટલે કે પ્રશાંત લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અને અભિનેત્રી સાથે તેના પૂરા પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. હંસિકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રી-વેડિંગની તસવીરો પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે તસવીરોને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ત
સવીરોમાં જોઈ શકાય છે કે લગ્નની સજાવટની વચ્ચે તેણે બ્રાઈટ રેડ શરારા સુટ પહેરેલું છે અને ક્રીમ કલરના દુપટ્ટા સાઅથે જોવા મળી રહી છે. આ સુંદર ડ્રેસ સાથે તેણે હેવી જ્વેલરી પહેરેલી છે. ભાઈના લગ્ન માટે હંસિકા ગુરુવારે ઉદયપુર જવા નીકળી હતી કારણ કે પૂરા લગ્નનું આયોજન ઉદયપુરમાં થઈ રહ્યું છે.
બીજી બાજુ, હંસિકાની પર્સનલ લાઈફ વાત કરવામાં આવે તો તેના પિતા પ્રદીપ મોટવાણી એક ધંધામાં છે અને તેની માતા મોના મોટવાણી એક ત્વચા રોગની નિષ્ણાત છે.
હંસિકાની ફિલ્મો વિશે વાત કરીએ તો તેણે 2007 માં હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપ કા સુરૂર’થી બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું, જો કે આ ફિલ્મ વધારે કમાણી કરી શકી નહી.
આ પછી હંસિકાને બોલીવુડમાંથી વધુ એક બે ફિલ્મો કરવાની તક મળી, તેમ છતાં પણ તેને સફળતા મળી નહી અને તેની ફિલ્મો વધારે કમાણી કરી શકી નહીં. પછીથી હંસિકાએ સાઉથની ફિલ્મો તરફ વળી અને ત્યાં તેને સફળતા મળી.
બહુ ઓછા લોકો જાણે છે કે એક બાળપણમાં હંસિકા મોટવાણીએ “શાકા લાકા બૂમ બૂમ” સિરિયલમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.
આ સિરિયલમાં હંસીકા જાદુઈ પેન્સિલ વાળા સંજુના મિત્રની ભૂમિકામાં જોવા મળી હતી અને હંસિકા મોટવાણીએ ઋતિક રોશન અને પ્રીતિ ઝીંટાની સુપરહિટ ફિલ્મ કોઈ મિલ ગયામાં પણ કામ કર્યું હતું.
તે ઋતિક રોશનના મિત્રની ભૂમિકામાં જોવા મળી હતી. તે જ સમયે હંસિકાએ સીરિયલમાં બાળ કલાકાર તરીકે ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં કામ કર્યું છે