વિઘ્નહર્તા ગણેશજી ના સામે હળદરથી કરો આ વિશેષ ઉપાય, બધાં સંકટ થઈ જશે ક્ષણભરમાં દૂર….

હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની તેમના શુભ દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમના શુભ દિવસ ભગવાનની પૂજા કરવામાં આવે તો ભક્તજનોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ તમામ દેવી-દેવતામાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય છે. વિઘ્નહર્તા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે માનવામાં આવે છે કે બુધવારના દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી તમારા બધાં દુ:ખ, સંકટ વિધ્નહર્તા હરી લે છે.

આટલું જ નહીં ભગવાન ગણેશ તમારા પર પ્રકટ થઈ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ જો આ દિવસે શ્રી ગણેશની વિશેષ પૂજા કરવાથી ભગવાન ગણેશ શીઘ્ર પ્રસન્ન થાય છે. જ્યારે શાસ્ત્રોમાં તો એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈના જીવનમાં વારંવાર વિઘ્ન બાધાઓ આવી રહી છે તો બુધવારના દિન આ વસ્તુથી ગજાનન ગણેશની પૂજા કરવામાં આવે તો જીવનમાં આવતા વિઘ્ન દૂર થાય છે સાથે ભગવાન ગણેશની અતૂટ કૃપા આપના પર વરસશે.

આજે અમે તમને ભગવાન ગણેશજીના સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાય વિશે જણાવીશું. વિઘ્નહર્તાની પૂજામાં હળદરથી કેટલાક વિશેષ ઉપાય કરવાથી સારૂ પરિણામ મળે છે. આટલું જ નહી તેમની પૂજા કરવાથી ઘરનો વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ શકે છે. હિન્દુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓમાં ભગવાન ગણેશજી પ્રથમ પૂજનીય દેવતા છે. આ માટે જ શુભ કાર્ય કરતા પહેલા વિઘ્નહર્તાની પૂજા કરવાથી જીવનમાં સકારાત્મક લાભ થાય છે. ગણપતિજીની મૂર્તિ અથવા તસવીર ઘરના મુખ્ય દ્ધાર પર સ્થાપિત કરવાથી કયારેય પણ ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ નથી કરતી.

જો ગજાનનની પૂજા નિયમિત રીતે કરવામાં આવે તો ઘરમાં વાસ્તુ દોષના કારણ પ્રકટ થઈ રહેલી તકલીફોઓ નષ્ટ થાય છે. માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધનો વાસ થાય છે અને ધન તથા સામાજિક સન્માનમાં વૃદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશજીને હળદર અર્પણ કરવી શુભ માનવામાં આવે છે.

સાથે જ માન્યતા છે કે ભગવાન ગણેશને હળદર અર્પિત કરવાથી જીવનના તમામ દુ:ખોનું નિવારણ થાય છે. હળદરથી વિઘ્નહર્તાને તિલક કરવાથી શુભ કૃપા મળે છે અને દરેક કાર્યમાં સફળતા હાંસલ થાય છે. ગણોના સ્વામાી હોવાના કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિશમાં તેમને કેતુના દેવતા માનવામાં આવે છે અને જે પણ સંસારનું સાધન છે, તેમના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. હાથી જેવું મસ્તક હોવાના કારણ તેમને ગજાનન પણ કહેવામાં આવે છે. ગણેશજીની આરાધના કરનાર સંમપ્રદા ગાણપત્ય કહેવાય છે.

આ રીતે કરો હળદરનો ઉપાય

માન્યતા અનુસાર, હળદરની ગાંઠને એક પીળા કપડામાં બાંધીને ગણેશજીને અર્પણ કરવાથી જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. સાથે ઘરની નકારાત્મક ઉર્જા તુરંત દૂર થઈ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *