
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જે ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયાની ફી લે છે. કેટલીકવાર તો બોલિવૂડના આ સ્ટાર્સ ફિલ્મના નફામાં પણ હિસ્સો લે છે, જે કરોડો રૂપિયા સુધી જાય છે. બોલિવૂડ સ્ટાર્સ જેમ જેમ સફળતાની સીડી પર ચઢતા જાય છે તેમ તેમ તેમની ફીમાં પણ વધારો થતો રહે છે. બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ જે સમયની સાથે તેમની ફી પણ વધારી ચુક્યા છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પણ સ્ટાર્સે ફ્રીમાં ફિલ્મો કરી છે? કદાચ તમારા મનમાં આ વિચાર આવ્યો પણ નહીં હોય, પરંતુ એવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જે ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયા વસૂલતા હોય છે, પરંતુ છતા પણ ઘણી વખત આ સ્ટાર્સ કેટલીક ફિલ્મો ફ્રીમાં કરવા માટે રાજી થઈ જતા હોય છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા કેટલાક એવા સ્ટાર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમણે કેટલીક ફિલ્મોમાં ફ્રીમાં કામ કર્યું છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોનું નામ શામેલ છે.
અમિતાભ બચ્ચન:
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. જણાવી દઇએ કે બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને ફિલ્મ ‘બ્લેક’ ફ્રીમાં કરી હતી. અમિતાભ બચ્ચને એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે આ ફિલ્મ ખૂબ જ સુંદર હતી. આ કારણોસર તેના માટે આ ફિલ્મમાં કામ કરવું પૈસા કમાવવા કરતાં વધારે હતું.
દીપિકા પાદુકોણ:
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણ તે અભિનેત્રીઓમાં સામેલ છે જે ફિલ્મોમાં કામ કરવા માટે સૌથી વધુ ફી લે છે. દીપિકા પાદુકોણ સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ ફ્રીમાં કરી હતી. દીપિકા પાદુકોણના મતે, બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે પહેલી જ ફિલ્મમાં બ્રેક મળવી તેના માટે પૈસા કરતા વધારે હતું, જેના કારણે તેણે આ ફિલ્મ માટે કોઈ ફી લીધી ન હતી.
કેટરિના કૈફ:
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફે પોતાની સુદર એક્ટિંગ અને સુંદરતાથી દરેક ચાહકોને પોતાના દિવાના બનાવ્યા છે. તેણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની એક્ટિંગ દર્શકોને પસંદ પણ આવી હતી. જણાવી દઈએ કે ફિલ્મ ‘અગ્નિપથ’ માં ‘ચિકની ચમેલી’ ગીતથી કેટરિના કૈફે ધમાલ મચાવી હતી પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે કેટરીના કૈફે આ માટે કોઈ ફી લીધી નથી. એવું કહેવામાં આવે છે કે કેટરિના કૈફ કરણ જોહરની ખૂબ જ સારી મિત્ર છે અને મિત્રતાને કારણે જ તેણે ‘ચિકની ચમેલી’ ગીતમાં ડાંસ ફ્રીમાં કર્યો હતો.
નવાઝુદ્દીન સિદ્દીકી:
બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતાઓના લિસ્ટમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ સામેલ છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ “મન્ટો” માં જબરદસ્ત એક્ટિંગ કરી હતી પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે આ ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ શુકન તરીકે માત્ર 1 રૂપિયો લીધો હતો.
શાહરૂખ ખાન:
બોલીવુડના કિંગ ખાન અભિનેતા શાહરૂખ ખાન પણ આ લિસ્ટમાં શામેલ છે. શાહરૂખ ખાન ફિલ્મોમાં કામ કરવા માટે સારી એવી ફી લે છે, પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે શાહરૂખ ખાને ભૂતનાથ રીટર્ન, ક્રેઝી 4 અને દુલ્હા મિલ ગયા ફિલ્મોમાં ફ્રીમાં કામ કર્યું હતું.