ગરમીને લીધે થયેલ ફોલ્લી અને ખંજવાળથી તમે પીડાતા હોવ તો અજમાવો આ ઉપાય…
ગરમીમાં પરસેવો વધારે થાય છે અને એના પરિણામે શરીરમાં નાની-નાની ફોલ્લીઓ ઉપસી આવે છે જે ત્વચામાં ખંજવાળનું કારણ બને છે.કેવી રીતે ફોલ્લીઓથી મળશે છુટકારો જાણી લો
દિવસમાં થોડો સમય શરીરના લગભગ બધા ભાગોને પૂરતી હવા મળે તેવું કરો.
બને ત્યાં સુધી નાના કે ટૂંકા વસ્ત્રોમાં બહાર જવાનું ટાળો.
ચોમાસા અને ઉનાળામાં સુતરાઉ તેમજ ઢીલા કપડાં જ પહેરો.
જ્યાં જ્યાં ફોલ્લીઓ થઈ હોય ત્યાં મૂલતાનની માટી લગાડો જેથી આ માટી ત્વચાને ભેજ આપશે અને તમને જલ્દી જ આ ફોલ્લીઓ મટી જશે.
મસાલાવાળા ખોરાક ટાળો જેનાથી ખંજવાળ વધી શકે છે.
નહાવાના પાણીમાં એન્ટિસેપ્ટિક પ્રવાહી લો અને સ્નાન કરો.
ત્વચામાં ભેજ જાળવવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવો
સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળો.
આકરા તડકામાં જવાનું ટાળો.
ખંજવાળથી છુટકારો મેળવવા માટે,
નાળિયેર તેલમાં મિશ્રિત કપૂર અથવા કેલેમાઇન લોશનનો ઉપયોગ કરી શકાય છે.
લીમડાના કેટલાક પાન પાણીમાં ઉકાળો. ઠંડુ થયા પછી આ પાણીથી સ્નાન કરવાથી ફાયદો થશે.