બોલિવૂડ આ સેલેબ્સ સ્ટાર્સે પહેલા સંતાન ને ગુમાવી દીધા છે……

બોલિવૂડ સેલેબ્સ સ્ટાર્સ હોવાની સાથે માતાપિતા પણ હોય છે. તે પણ તેમના બાળકોને દિલથી ચાહે છે અને તે જ રીતે તેમનો ઉછેર પણ કરે છે. પોતાના બાળકો સાથે દરેક માતાપિતાનો લોહીની સાથે આત્માનો સંબંધ પણ હોય છે.

બાળકનું દુનિયામાં પગ મુકતા પહેલા જ તેમના માતા-પિતા તેની સાથે જોડાઈ જાય છે. તેનો લગાવ તે બાળક સાથે થઈ જાય છે. પરંતુ ઘણી વખત એવી ઘટનાઓ બને છે જેમાં બાળક ગુમાવવાનું દુઃખ સહન કરવું પડે છે.

ગોવિંદા:

બોલિવૂડના સૌથી મોટા અભિનેતામાંના એક ગોવિંદાને પણ આ દઃખનો સામનો કરવો પડ્યો છે. ગોવિંદા પણ પહેલું બાળક ગુમાવવાના દુખમાંથી પસાર થઈ ચુક્યા છે. ગોવિંદા અને તેની પત્નીએ તેમની પુત્રીને માત્ર 4 મહિનામાં જ ગુમાવી દીધી હતી. ગોવિંદા-સુનીતાની પુત્રી પ્રિમેચ્યોર થઈ હતી, આ કારણે તે માત્ર ચાર મહિનામાં જ દુનિયાને અલવિદા કહીને ચાલી ગઈ હતી.

શિલ્પા શેટ્ટી:

શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાઝ કુંદ્રા હાલમાં બે બાળકો, એક છોકરો અને એક છોકરીના માતા-પિતા છે. આ કપલ પણ તેમના પહેલા બાળકને ગુમાવવાના દુઃખમાંથી પસાર થઈ ચુકી છે. લગ્નના થોડા સમય પછી જ શિલ્પા માતા બનવાની હતી, પરંતુ તેનું મિસકેરેજ થયું હતું.

શેખર સુમન:

શેખર સુમન આ ઈંડસ્ટ્રીના ખૂબ જ ટેલેંટેડ કલાકાર છે. તેના પુત્ર અધ્યન સુમન વિશે દરેક વ્યક્તિ જાણે છે. પરંતુ તેનો અન્ય એક પુત્ર હતો જે અધ્યન સુમનથી મોટો હતો. તેમના મોટા પુત્રનું નામ આયુષ હતું. આયુષનો જન્મ 4 એપ્રિલ 1983 માં થયો હતો. પરંતુ શેખર સુમનને 1990 ના અંતમાં, ખબર પડી કે તેમના મોટા પુત્રને હૃદય રોગ છે. આ પછી, 22 જૂન 1994 ના રોજ આયુષ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો.

મોહમ્મદ અઝહરુદ્દીન:

મોહમ્મદ અઝહરુદ્દીન ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીને એક અકસ્માતમાં પોતાના નાના પુત્રને ગુમાવ્યો હતો. મોહમ્મદ અઝહરુદ્દીને તેના પુત્રને જન્મદિવસ પર એક સુપર બાઇક ગિફ્ટ કરી હતી. આ બાઇક સાથે અકસ્માત થયા પછી તેના પુત્રનું મોત નીપજ્યું હતું.

આશા ભોંસલે:

આશા ભોંસલે ભારતની સૌથી મોટી સિંગર છે. આશા ભોંસલે 8 વર્ષ પહેલા પુત્રી વર્ષા ગુમાવી ચુકી છે. તેની પુત્રીએ તેની લાઇસન્સ ગનથી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેની ઉંમર 56 વર્ષ હતી.

કિરણ રાવ:

આમિર ખાનની પત્ની પણ આ દુ: ખમાંથી પસાર થઈ ચુકી છે. લગ્ન પછી જ્યારે કિરણ રાવ પહેલીવાર માતા બનવા જઈ રહી હતી, ત્યારે કોઈ કારણોસર તેનું મિસકેરેજ થયું હતું. ત્યાર પછી આમિર અને કિરણ સરોગેસી દ્વારા માતાપિતા બન્યા હતા. ત્યાર પછી તેમની લાઈફમાં આઝાદ આવ્યો.

કાજોલ:

કાજોલને પણ લગ્ન પછી પોતાના પહેલા બાળક દરમિયાન મિસકેરેજનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2001 માં, કાજોલ પહેલીવાર માતા બનવા જઈ રહી હતી, પરંતુ તેના નસીબને કારણે, કેટલીક મુશ્કેલીઓ આવી. આ કારણે તેનું મિસકેરેજ થઈ ગયું હતું.

પ્રકાશ રાજ:

દક્ષિણના સુપર વિલન પ્રકાશ રાજ પણ આ અકસ્માતના શિકાર બન્યા છે. અભિનેતા પ્રકાશ રાઝે પોતાનો 5 વર્ષનો પુત્ર સિદ્ધુ ગુમાવ્યો હતો. પતંગ ઉડાવતા સમયે સિદ્ધુ સાથે દુર્ઘટના બની અની તેનું મોત નીપજ્યું હતું. આ સ્તાર્સ ઉપરાંત સલિના જેટલી અને અંકિતા ભાર્ગવ અને તેના પતિ કરણ પટેલે પણ મુશ્કેલી સહન કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *