જાણો, તુલસીના છોડ કેમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ??
તુલસીના છોડને હિંદુ ધર્મમાં પવિત્ર માનીને પૂજવામાં આવે છે.તુલસીનો છોડ સુખ અને કલ્યાણ આપનારો માનવામાં આવે છે તુલસીનો છોડ પૌરાણિક સમયથી જાણીતી દવા છે. જેનો ઉપયોગ ઘણા રોગોમાં થાય છે. તુલસી શરદી અને ખાંસીથી લઈને ઘણા મોટા અને ગંભીર રોગો સુધીની અસરકારક દવા છે.આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્યના સંદર્ભમાં ફાયદાકારક માનવામાં આવે છે
તુલસી તણાવ દૂર કરવા માટે ફાયદાકારક છે.ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે તુલસીનો છોડના પાંદડા ખાવાથી તણાવ મુક્ત થાય છે.
સ્ત્રીઓને વારંવાર પીરીયડ્સમાં અનિયમિતતાના કિસ્સામાં તે તુલસીના છોડના બીજનું સેવન કરવું ફાયદાકારક છે
ઠંડા અથવા હળવા તાવને મટાડવા માટે ખાંડ, મરી અને પાણીમાં તુલસીના છોડના પાંદડાં નાખી તેનું સેવન કરવાથી ખુબજ લાભ થશે.
તુલસીના પાંદડા શ્વાસની તકલીફો દૂર કરવા માટે ફાયદાકારક .
મો માંથી ખરાબ વાસ આવ તો તુલસીના પાન ચાવવાથી તરતજ તે વાસ નીકળી જાય છે.
જો તમને કોઈ ઈજા થઈ હોય, તુલસીનો છોડના પાંદડા ને લગાવવાથી ઘા ઝડપ થી રુઝાઈ જાય છે.
તુલસીનો છોડ ત્વચા સંબંધિત રોગો માં ખાસ લાભદાયી છે તેના ઉપયોગથી, ધાધર જેવા રોગોનો અંત આવે છે. તો ચહેરો પણ સુંદર થાય છે.