આ બોલીવુડ સ્ટાર્સ ફિલ્મી દુનિયામા જેટ્લુ નથી કમાણા એની કરતા વધુ કમાયા છે તેના બિઝ્નેસ માથી, જાણો કોણ કોણ છે તે ???

બોલિવૂડ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં લુક અને સ્ટાઇલની સાથે ટેલેન્ટની પણ જરૂર હોય છે. જો દર્શકો એ તમને પસંદ ન કર્યા, તો પછી ભલે તમારું ગમે તેટલું મોટું નામ કેમ ન હોય, તમે સફળ થઈ શકતા નથી. બોલિવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેમનું બોલીવુડમાં નસીબ એટલું સારું નથી રહ્યુ પરંતુ બિઝનેસમાં તેઓ પ્રથમ ક્રમે રહ્યા છે. આજે આવા જ કેટલાક સ્ટાર્સ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

અભિષેક બચ્ચન:

અભિષેક બચ્ચન ફિલ્મોની દુનિયામાં એટલા સફળ નથી રહ્યા, 2018 માં બનેલી ફિલ્મ ‘મનમર્જિયા’ અભિષેકની છેલ્લી ફિલ્મ હતી. બોલિવૂડમાં ભલે અભિષેક સફળ ન રહ્યા હોય, પરંતુ બિઝનેસમાં તેણે ઘણી પ્રગતિ મેળવી છે. અભિષેક આજે પ્રો કબ્બડિ ટીમ જયપુર પિંક પેન્થર અને ફૂટબોલ ટીમ ‘ચેન્નઈયિન એફસી’ ના માલિક છે. તાજેતરમાં, એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીજ બ્રિથ 2 મા અભિષેક જોવા મળ્યા હતા , આ સિરિજ ને અભિષેકે પ્રોડ્યુસ પણ કરી છે.

મલાઈકા અરોરા:

આજના સમયમાં, મલાઇકા અરોરા ફિલ્મમાં કામ કરી રહી નથી, પરંતુ તેમ છતાં, તે સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. મલાઈકાને બોલિવૂડમાં તેની સફળતા ન મળી. ટીવી પર ચાલતો શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં મલાઇકાએ જજ બનીને ઘણી કમાણી કરી છે, આ સાથે મલાઈકા એક ઈકોમર્સ વેબસાઇટ પર પણ કામ કરી રહી છે.

પ્રીતિ ઝિન્ટા:

પ્રીતિ ઝિન્ટા આઈપીએલ ટીમ કિંગ્સ 11 પંજાબની માલિક છે. સમાચાર અનુસાર, પ્રીતિ ઝિંટાએ 2017 માં દક્ષિણ આફ્રિકાની ટી 20 લીગની કિંગ્સ ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. પ્રીતિ ઝિન્ટા ભલે બોલિવૂડમાં સફળ ન રહી હોય પરંતુ આજે તે એક સફળ બિઝનેસ વુમન છે.

અર્જુન રામપાલ:

બોલીવુડનો હેન્ડસમ સ્ટાર અર્જુન રામપાલ છેલ્લી વાર 2017 માં એક ફિલ્મમાં જોવા મળ્યો હતો, આ ફિલ્મનું નામ હતું ‘ડૈડી’  અને આ ફિલ્મમાં અર્જુને ગેંગસ્ટર અરૂણ ગવલિની ભૂમિકા નિભાવી હતી. અર્જુન રામપાલ હવે ફિલ્મોમાં જોવા મળતો નથી પરંતુ આજે તે એક સફળ બિઝનેસમેન છે, અને દિલ્હીમાં તેની પાસે અર્જુન એલએપી નામનો નાઈટ ક્લબ છે.

ટ્વિંકલ ખન્ના:

ટ્વિંકલ ખન્નાની કારકિર્દી ભલે બોલિવૂડમાં ન જામી હોય, પરંતુ તેણે બિઝનેસમાં ખૂબ પ્રગતિ કરી છે. ટ્વિંકલ ખન્ના વ્યવસાયે લેખક છે અને તેના આર્ટિકલ્સ ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં જોવા મળે છે. ટ્વિંકલ ખન્નાએ અત્યાર સુધીમાં ત્રણ પુસ્તકો લખ્યા છે જેના નામ છે મિસિજ ફનીબન્સ પાયજામા અને ફોર્ગિવિંગ અને ધ લીજેંડ ઓફ લક્ષ્મી પ્રસાદ. થોડા સમય પહેલા જ ટ્વિંકલે ‘ટ્વીક ઇન્ડિયા’ નામની પોતાની એક ડિજિટલ મીડિયા કંપની પણ શરૂ કરી છે. ટ્વિંકલે નેશનલ એવોર્ડ વિજેતા બનેલી ફિલ્મ પેડમેન ને પ્રોડ્યુસ કરી હતી. આ બધાની સાથે તે મુંબઈના બે ઇન્ટિરિયર ડિઝાઇન સ્ટોરની માલિક પણ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *