પિતા હતા બૉલીવુડ સુપર સ્ટાર,તેમના પુત્રો થઇ ગયા બૉલીવુડ માંથી ગાયબ,જાણો તેમની વાતો

પિતા હતા બૉલીવુડ સુપર સ્ટાર,તેમના પુત્રો થઇ ગયા બૉલીવુડ માંથી ગાયબ,જાણો તેમની વાતો
Spread the love

બૉલીવુડ માં Nepotism એટલે કે ભાઈ-ભત્રીજાવાદ ની ચર્ચા ફરી ગરમ થઇ ગઈ છે,IIFA 2017 ના સ્ટેજ પર કરણ જોહર અને સૈફ અલી ખાન ના એક મજાક ના કારણે ઠંડા પડેલા આ મુદ્દા ને ફરી હવા આપી દીધી છે,અને ત્યાર પછી વાદ-વિવાદ નો દૌર ચાલુ થઇ ગયો છે.આ બંને હોસ્ટ એ એક મજાક દ્વારા કંગના રનૌત નો મજાક ઉડાવ્યો હતો,જેમણે Nepotism શબ્દ કરણ ના શૉ ‘કોફી વિથ કરણ’ માં થોડા દિવસ પહેલા વાપર્યો હતો.

આ મામલો ખુલ્લો પત્ર એટલે લે ઓપન લેટર સુધી પહોંચી ગયો છે.સૈફ અલી ખાન એ સૌજન્ય દેખાડતા એક ઇન્ટરવ્યૂ માં કંગનાની માફી માંગી લીધી છે,પરંતુ કંગના નેપોટિઝમ ને લઈને ઝાંસી ની રાણી ના મોડ માં આવી ગઈ છે,કંગના ઓપન લેટર લખી ને એક-એક તર્ક ની આલોચના કરી છે,નેપોટિઝમ ની ચર્ચા માં જાણ્યા-અજાણ્યા એવા સ્ટાર કિડ્સ આવી જાય છે,જે આંખો ખોલતા સાથે લાઈટ,કેમેરા,એક્શન ની અવાજો સાંભળી હોય છે.

ફિલ્મો માં એમના કરિયર ની શરૂઆત ભલે સરળ માનવામાં આવે,પરંતુ એક સમય પછી સ્ટ્રગલ નસીબ બની જતું હોય છે.પોતાના પેરન્ટ્સ ના વારસાનો બોજ અને દર્શકો ની અપેક્ષા નો ભાર પહેલી ફિલ્મ થીજ હોય છે અને દર્શકો ની અપેક્ષા પર ખરા ના ઉતારે તો દર્શકો તેમને પહેલી ફિલ્મ થીજ નકારી દેતા સમય નથી લાગતો.

આજે એવાજ અમુક સ્ટાર કિડ કે જેમને ફિલ્મી દુનિયા વિરાસત માં મળી,પરંતુ આ દુનિયા માં તેમની હાજરી ‘મહેમાન ભૂમિકા’ જેવી રહી જાય છે,મહેમાન ની જમે ક્યારેક-ક્યારેક દેખાય છે અને ગાયબ થઇ જાય છે.આવો આજે જાણીએ એવા સ્ટાર કિડ વિષે,જે નેપોટિઝમ ની ચર્ચા ને એક દૃષ્ટિકોણ આપે છે.

પૂરુ રાજકુમાર:-

વાત જયારે એક્ટિંગ અને ડાયલોગબાજી ની થાય તો રાજકુમાર ની સામે કદાચ કોઈ ના ટકી શકે.એમના પુત્ર પૂરું રાજકુમાર એ 1996 ની ફિલ્મ બાલ બ્રહ્મચારી થી બૉલીવુડ માં એન્ટ્રી મારી હતી,પરંતુ રાજ કુમાર જેવી અસર ઉભી ના કરી શક્યા,છેલ્લે તે પૂરુ રાજકુમાર અજય દેવગણ ની ફિલ્મ એક્શન જેક્શન માં દેખાય હતા,એના ચાર વર્ષ પહેલા સલમાન ખાન ની ફિલ્મ ‘વીર’ માં દેખાયા હતા.

લવ સિન્હા:-

શત્રુઘ્ન સિન્હા એ પોતાની ફિલ્મો અને પર્સનાલિટી એક અલગ જગ્યા બનાવી લીધી હતી,પરંતુ તેમના પુત્ર લવ સિન્હા ના કરિયર ની પહેલી ફિલ્મ થી અટકી ગયું છે.લવ એ 2010 ની ફિલ્મ ‘Sadiyaan’ થી બૉલીવુડ માં એન્ટ્રી મારી હતી,પરંતુ તેનું કરિયર અમુક વર્ષો પણ ના ચાલ્યું,પરંતુ તેમના ફિલ્મ ડેબ્યુ ના સાત વર્ષ પછી જે.પી દત્તા ની ફિલ્મ પલટન મળી ગઈ છે.

હર્મન બાવેજા:-

ફિલ્મ પ્રોડ્યુસર અને ડાઈરેક્ટર હેરી બાવેજા ના પુત્ર હર્મન બાવેજા એ 2008 માં લવ સ્ટોરી 50-50 થી ડેબ્યુ કર્યું હતું,તેના પછી 2009 માં વૉટ્સ યોર રાશિ અને વિક્ટરી માં દેખાયો હતો.હર્મન ને છેલ્લે ફિલ્મી પર્દા પર 2014 માં Dishkiyaoon ફિલ્મ માં દેખાયા હતા,જે ફ્લોપ રહી હતી અને ત્યાર બાદ તે ફિલ્મી પર્દા પર દેખાયા નથી.

રાહુલ ખન્ના:-

રાહુલ ખન્ના કે જે વિનોદ ખન્ના નો નાનો પુત્ર છે,જે ફિલ્મો માં મહેમાન કલાકાર સિવાય તેમને રોલ મળતો નથી,રાહુલ છેલ્લે Fireflies માં દેખવા મળ્યા હતા,તેના પહેલા લવ આજ કલ અને વેક અપ સિદ માં દેખાયા હતા,જે 2009 માં રિલીઝ થઇ હતી.

ઝાયેદ ખાન:-

પોતાના સમય ના હેન્ડસમ એક્ટર સંજય ખાન ના દીકરા ઝાયેદ ખાન એ 2003 માં ચુરા કિયા હૈ ફિલ્મ થી ફિલ્મી દુનિયા માં પગ મુક્યો હતો,પરંતુ ઝાયેદ નું કરિયર એટલું ચાલ્યું નહિ,જેટલું એક સ્ટાર કિડ નું ચાલવું જોઈએ.ઝાયેદ ખાન નું ફિલ્મો માં આવાન જાવન ચાલતું રહે છે,લીડ હીરો તરીકે ઝાયેદ ની છેલ્લી ફિલ્મ શરાફત ગયી તેલ લેને હતી.

ફરદીન ખાન:-

ફિરોઝ ખાન ના દીકરા ફરદીન ખાન એ 1998 ની ફિલ્મ પ્રેમ અગન થી બૉલીવુડ માં એન્ટ્રી કરી હતી.શરુ માં ફરદીન નું કેરિયર સ્પીડ પકડી નતું શક્યું,જેની તેમને આશા હતી.ફરદીન છેલ્લે દુલ્હા મિલ ગયા માં દેખાયા હતા,અત્યારે તો ફરદીન ખાન ની લીડ રોલ તરીકે તેમનુ પાછું ફરવું મુશ્કેલ છે,એટલે તેમની પણ બૉલીવુડ માં હાજરી મેહમાન કલાકાર જેવી થઇ ગઈ છે.

જેકી ભગનાની:-

જેકી ભગનાની મશહૂર પ્રોડ્યૂસર વાશુ ભગનાની ના પુત્ર છે,જેકી એ બૉલીવુડ માં ફિલ્મ ‘કલ કિસને દેખા’ થી એન્ટ્રી કરી હતી,તેના પછી જેકી અન્ય 5 ફિલ્મો માં દેખાયા હતા.જેકી છેલ્લે 2015 ની ફિલ્મ વેલકમ ટુ કરાચી માં અર્શદ વારસી સાથે પરદા પર દેખવા માં આવ્યા હતા.

મહાઅક્ષય ચક્રવર્તી :-

મીથુન ચક્રવર્તી હિન્દી સિનેમા ના એ એક્ટર માં ગણાય જેમને ફક્ત પોતાના ટેલન્ટ થી પોતાનું નામ કમાયું છે.પરંતુ બેટા મહાઅક્ષય ચક્રવર્તી પિતા જેવી કામયાબી કે શોહરત મેળવી શક્યા નહિ.2008 માં મહાઅક્ષય એ જિમ્મી થી બૉલીવુડ માં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મ ફ્લોપ રહી હતી અને તે સાથેજ મહાઅક્ષય નું બૉલીવુડ સ્ટાર બનવાનું સપનું તૂટી ગયું હતું,તો પણ તેને કોશિશ ચાલુ રાખી હતી.તેની છેલ્લી ફિલ્મ Ishqedarriyaan માં દેખાયો હતો.

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ ” LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *