બોલિવૂડમાં એક સમયે રાજ કરતા અભિનેતા ફરદીન ખાન, આજે કરે છે કરોડો નો બિઝનેસ…..

બોલિવૂડમાં એક સમયે ફરદીન ખાનનું એકતરફી રાજ હતું. તે બોલિવૂડના ઉભરતા સ્ટાર હતા. દરેક તેમની સાથે ફિલ્મો કરવા ઈચ્છતા હતા. તેમને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવતા હતા.

8 માર્ચ 1974 ના રોજ ફિરોઝ ખાનના ઘરે જન્મેલા અભિનેતા ફરદીન ખાન 47 વર્ષના થઈ ગયા છે. ફરદીને 1998 માં આવેલી ફિલ્મ ‘પ્રેમ અગન’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

ફરદીને ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પસાર કર્યા છે, તેમણે ઘણી સારી ફિલ્મો આપી, જોકે તે સોલો એક પણ મોટી ફિલ્મ આપવામાં સફળ થયા નથી. ફરદીન છેલ્લે 2010 માં આવેલી ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’માં જોવા મળ્યા હતા. ત્યાર પછીથી તે કોઈ પણ ફિલ્મ અથવા ઇવેન્ટ અથવા શોમાં જોવા મળ્યા નથી. ફરદીન આજે ભલે બોલિવુડથી 12 વર્ષથી દૂર છે. પરંતુ તેમની લાઈફસ્ટાઈલ આજે પણ મોટા મોટા સ્ટાર્સ ને માત આપે છે.

એક વેબસાઇટના સમાચાર મુજબ ફરદિન પાસે લગભગ 40 મિલિયન ડૉલરની પ્રોપર્ટી છે. ફરદીન ખાન પાસે મુંબઇની સાથે સાથે બેંગલુરમાં પણ કરોડો રૂપિયાની સંપત્તિ છે. જણાવી દઈએ કે પિતાના અવસાન પછીથી ફરદીન તેનો વારસો સંભાળી રહ્યા છે. અભિનેતા ફિરોઝ ખાને બેંગલુરુમાં 100 એકરથી પણ વધુ જમીન ખરીદી હતી.

અભિનેતા ફિરોઝ ખાન લક્ઝરી લાઈફસ્ટાઈલના દીવાના હતા. તેથી તેમણે જમીન ખરીદી હતી. આ જમીન પર ફિરોઝ ખાનનું સ્વપ્ન હતું કે તે લોકોને રહેવા માટે ઘર બનાવશે.

હવે જ્યારે તે આ દુનિયામાં નથી ત્યારે તેનો પુત્ર ફિરોઝ ખાન તેનું સપનું પૂરું કરી રહ્યા છે. તાજેતરમાં ફરદીને ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે મળીને એક મોટી ડીલ સાઈન કરી છે. આ ડીલ મુજબ ફરદીન ખાન 12 એકરના પ્લોટ પર ઘણા પોશ એપાર્ટમેન્ટ્સ અને વિલાઝ બનાવશે. બેંગલુર ઉપરાંત ફરદિનની મુંબઈમાં પણ કરોડોની સંપત્તિ છે.

જણાવી દઈએ કે તેની આ ડીલ લગભગ 100 કરોડની હતી. આ ડીલ મુજબ નફાનો 50 ટકા ફરદીન ખાન અને તેની બહેન લૈલાને આપવામાં આવશે.

ફરદીન ચર્ચામાં તે સમયે આવ્યા હતા જ્યારે જાન્યુઆરી 2013 માં તેની મર્સિડીઝ બેન્ઝ એસ -500 કાર જુહુની એક હોટલના પાર્કિંગમાં 4 મહિના સુધી પડી રહી હતી. ફરદીને વર્ષ 2005 માં મુમતાઝની પુત્રી નતાશા સાથે લગ્ન કર્યા હતા. ફરદીન ખાનને બે બાળકો છે. પુત્રી દિયાની ઇસાબેલનો જન્મ 2013 માં થયો હતો, જ્યારે પુત્ર અઝારિયસનો જન્મ 2017 માં થયો છે.

ફરદીન ખાને તેની પત્નીને લગ્ન માટે આકાશમાં પ્રપોઝ કર્યો હતો. ફરદીન અને નતાશા અમેરિકા ટ્રાંસ-એટલાન્ટિક ફ્લાઇટથી લંડનથી જઈ રહ્યા હતા. તે દરમિયાન ફરદીને નતાશાને ‘આઈ લવ યુ’ કહ્યું હતું.

અભિનેતા ફરદીન ખાનની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તેમણે પ્રેમ અગન, જંગલ, પ્યાર તૂને ક્યા કિયા, લવ કે લિયે કુછ ભી કરોગા, હમ હો ગયે આપકે, કિતને દૂર કિતને પાસ, શાદી નંબર વન, ઓમ જય જગદીશ, ખુશી, ભૂત, ઝાનશી, પ્યારે મોહન, ઝસ્ટ મેરિડ, હે બેબી, ડાર્લિંગ, લાઈફ પાર્ટનર. એસિડ ફેક્ટ્રી, ઓલ ધ બેસ્ટ અને દૂલ્હા મિલ ગયા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *