આ ઉપાયો અપનાવશો તો તમારી આંખ નીચેના કાળા કુંડાળા થઇ જશે દુર…

તમને પપૈયા ખાવા સારા નહિ લાગતા હોય પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ ચહેરાની સુંદરતાને વધારવા માટે પણ થઈ શકે છે. પપૈયાની છાલની નીચે એક એન્ઝાઇમ જોવા મળે છે, જે પપેન તરીકે ઓળખાય છે.

પપેન તમારા ચહેરાના મૃત કોષોને દૂર કરવામાં અને ચહેરાના ટોનને સુધારવામાં સક્ષમ છે. પપૈયામાં માત્ર પપેન જ નહીં પરંતુ વિટામિન A, C અને E પણ વિપુલ પ્રમાણમાં હોય છે. પપૈયા મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલિકનો સારો સ્રોત પણ છે. ચાલો જાણીએ કે, કઈ રીતે પપૈયા તમારા ચહેરાનો નિખાર વધારે છે.
પપૈયાને મધમાં મિક્સ કરો

એક કપ પપૈયાનો પલ્પ અને બે ચમચી મધ નાખીને મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 30 મિનિટ પછી ધોઈ લો. તમારા ચહેરા પર તરત ચમક આવશે.

પપૈયા, દહીં અને હળદર
જો તમારી ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી કાળી થઈ ગઈ છે. તો પપૈયા તમારા માટે વરદાનથી ઓછું છે. પપૈયા ક્રશ કરી પેસ્ટ બનાવો.

તેમાં એક ચપટી હળદર, એક ચમચી ગુલાબ જળ અને એક કપ દહીં નાખો. આ બધાને મિક્ષ કરીને પેસ્ટ બનાવો અને ત્વચા કાળી હોય ત્યાં તેને લગાવો. 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. તમને આશ્ચર્યજનક લાભ મળશે.

કાચો પપૈયા અને કાકડી
જો તમે કાળા વર્તુળોથી પરેશાન છો. તો તમારા માટે એક સારા સમાચાર છે. પપૈયા તમારી સમસ્યાનો ઇલાજ છે.

કાચા પપૈયા અને કાકડીને મેશ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને તમારા ડાર્ક સર્કલ પર લગાવો. 10 મિનિટ પછી, તેને તમારી આંગળીઓથી હળવાશથી ઘસો. નવશેકું પાણીથી ચહેરો સાફ કરો અને કપડાથી સાફ કરો. દરરોજ આ કરવાથી, ડાર્ક સર્કલ દુર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *