ભુલે-ચુકે આ સમયે નહિ કરતા તુલસીના પાનનું સેવન, થઇ શકે છે કઇક આવુ !!!
તુલસીનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે કરવામાં આવતો હોય છે. તેના એન્ટી બેક્ટેરિયલ, એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો સાથે, શરદી, ખાંસી, ત્વચા ચેપથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તુલસીનો છોડ ખૂબ મદદ કરે છે.
તમે કોરોના સમયગાળા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસીનો ઉકાળો ઘણો પીધો હશે. પરંતુ જ્યાં દરેક વસ્તુના ફાયદા છે, ત્યાં તેના કેટલાક ગેરફાયદા પણ હોય છે.
જ્યારે, તુલસીનો છોડ તમને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક લોકો એવા પણ છે જેમના માટે તુલસીનું સેવન ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તુલસી ખાવાનો સમય
મોટા ભાગે સવારે ખાલી પેટ તુલસીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. તુલસી પાચનમાં મુશ્કેલી ઉભી કરે છે. તેથી ભોજન કર્યા પછી તેનું સેવન ન કરો. આના કારણે તમને પાચન સમસ્યાઓ થઇ શકે છે.
તુલસીનો પ્રકાર
તુલસી ત્રણ પ્રકારની હોય છે રામ તુલસી, શ્યામ તુલસી, કાલી તુલસી. રામ અને શ્યામ તુલસી સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી હોય છે. પરંતુ કાળી તુલસીનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે. તુલસીના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. જેનો ઉપયોગ તમે પાવડરની જેમ પણ કરી શકો છો.
તુલસીની તાસીર
તુલસીની તાસીર ગરમ હોય છે. તેથી ઉનાળામાં તેનું સેવન કરવું જોઈએ નહિ. શિયાળામાં તમે ચા અથવા ઉકાળો બનાવી શકો છો અને પી શકો છો પરંતુ તેનું સેવન માર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
તુલસી લોહીને પાતળું કરી શકે છે
તુલસીમાં કેટલાક તત્વો હોય છે જે લોહીને પાતળું બનાવે છે. આવી સ્થિતિમાં જો તમને લોહીને લગતી કોઈ તકલીફ હોય તો તુલસીનું સેવન બિલકુલ ન કરો. આ ઉપરાંત બ્લડપ્રેશરની દવાઓ સાથે પણ તેનું સેવન કરવું જોઈએ નહી.
સર્જરી કરાવ્યા બાદ તુલસી તરત ન ખાઓ
તુલસીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પરંતુ જે લોકોએ સર્જરી કરાવી છે તેમણે તુલસીનું સેવન બિલકુલ કરવું જોઈએ નહી. આ ઉપરાંત સર્જરી પહેલાં અથવા તે દરમિયાન તુલસી ન ખાશો આ લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયાને ધીમી કરે છે. જેથી વધારે રક્તસ્રાવ થવાનું જોખમ રહે છે.
ડાયાબિટીસ
તુલસીથી શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ ઓછું થાય છે. તેથી ડાયાબિટીઝથી પીડિત લોકો જે દવાઓ લેતા હોય છે, તેમણે પણ તુલસીનું સેવન કરવું જોઈએ નહી.
તુલસી ચાનું વધારે સેવન
આદુ તુલસીની ચાનું વધુ માત્રામાં સેવન કરવાથી છાતીમાં બળતરા, એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ગર્ભાવસ્થામાં સેવન ન કરો
ગર્ભાવસ્થામાં પણ તુલસીનું સેવન કરવું જોઈએ નહી. તેમાં હાજર યુજેનોલ તત્વ ગર્ભાશયના સંકોચન અને માસિક સ્રાવની શરૂઆતનું કારણ બની શકે છે. તે કસુવાવડ અથવા પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ વધારે છે. તેથી ગર્ભવસ્થા દરમિયાન તુલસીનું સેવન કરવું જોઈએ નહી.