શુ તમને ખબર છે ? નીતા અંબાણીની બેગની કિંમત ? તે જાણીને તમે રહી જશો દંગ !!!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનની ચેર પર્સન નીતા અંબાણીની એક હેન્ડબેગ આ દિવસોમાં સોશિયલ મિડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે અને તેના વાયરલ થવાનું કારણ છે આ બેગની કિંમત.

દુનિયાના સૌથી મોંઘા બેગ્સ બનાવવા માટે ફેમસ કંપની હર્મ્સની આ હિમાલયા બર્કિન હેન્ડબેગ છે જેની કિંમત ૩ લાખ ડોલર એટલે કે લગભગ ૨.૬ કરોડ રૂપિયા છે.

હા, તમે સાચું જ સાંભળ્યું, નીતા અંબાણીની આ બેગની કિંમત અઢી કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. આ બેગની ખાસિયત છે કે આ બેગ ક્રોકોડાઈલ સ્કીન એટલે કે મગરમચ્છની ચામડીથી બનેલી છે. તેમાં એક બે નહીં પરંતુ પુરા ૨૪૦ ડાયમંડ લાગેલા છે અને તેનું હાર્ડવેર ૧૮ કેરેટ ગોલ્ડથી બનેલું છે.

છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડ સિસ્ટર્સ કરીના કપૂર અને કરિશ્મા કપૂરની સાથે નીતા અંબાણીની એક તસ્વીર સોશિયલ મિડિયા પર પોસ્ટ થઇ જેમાં નીતા અંબાણી દુનિયાના આ સૌથી મોંઘા હેન્ડબેગ્સમાંથી એક કો કેરી કરતા નજર આવ્યા.

આ તસ્વીરમાં નીતા અંબાણીએ વ્હાઈટ કલરના વાઈડ લેગ્ડ પેન્ટસની સાથે વ્હાઈટ કલરનું કેપ સ્ટાઈલ બ્લેઝર પહેરી રાખ્યું હતું. ખુલ્લા વાળ, કાનોમાં દામંદ સ્ટડસ. પરંતુ આ તસ્વીરની હાઈલાઈટ હતી તેની ૨.૬ કરોડની હેન્ડબેગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *