સુરત ની 10 વર્ષની બાળકીએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા, સૌ માટે પ્રેરણારૂપ બની…
કોઈપણ યુવતી નાનપણથી તેના વાળની સુંદર રીતે માવજત કરતી આવે છે અને એમ પણ લાંબા મજબૂત વાળ કોને ન ગમે?
પણ આજે સુરતની ફક્ત 10 વર્ષની એક નાની દીકરી દેવના દવેએ તેના 30 ઇંચ લાંબા વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. દેવનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી અને આજે તેણીએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા છે.
કીમિયોથેરાપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સર પીડિતો પોતાના વાળ ગુમાવી દે છે ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઉભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમ નો અનુભવ ન થાય તે માટે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને તેમના વાળ વિગ બનાવવા માટે ડોનેટ કરી રહી છે.
આજે સુરતની 10 વર્ષની દીકરી દેવના પણ તેનો જ એક ભાગ બની હતી. આ અભિયાન થકી એ સમાજને એક સંદે આપવા માંગે છે કે કોઈપણ દીકરીને તેના લુકથી જજ કરવાનું બંધ કરો.
કેન્સર પીડિતો માટે સામાજિક મેન્ટાલીટી ચેન્જ કરો.બાલ્ડ લુક આમ પણ એક ટ્રેન્ડ બની ગયો છે.ગુજરાતમાં હજુ બહુ ઓછી યુવતીઓ આગળ આવીને આવી હિંમત દર્શાવે છે ત્યારે આ 10 વર્ષની બાળકી સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે.