ધરતી પરનું સ્વર્ગ એટલે દાર્જિલિંગ! તમે તેની વિશે જાણશો તો એકવાર અવશ્ય જશો !!!
ભારતીય ફિલ્મોમાં તો તમે અનેક વાર દાર્જિલિંગને જોયું હશે. હોલીવુડની એક ફિલ્મમાં પણ દાર્જિલિંગ હિમાલિયન રેલ્વેને બતાવવામાં આવ્યો છે.
અહી એક નાનકડી રેલ્વે સેવા, જે પર્વતોની વચ્ચેથી નીકળે છે. દાર્જિલિંગના સફરમાં તમે કુદરતી ચીજોનો આનંદ માણી શકો છો. વાસ્તવમાં, દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ સ્થિત એક હિલ સ્ટેશન છે, જ્યાં તમે બરફથી ઢકાયેલ પર્વતોને જોઈ શકો છે.
આમ તો, નાનો હિમાલય એટલેકે મહાભારત પર્વતમાળામાં વસેલ દાર્જિલિંગ સ્વર્ગ સમાન છે. દાર્જિલિંગને બ્રિટિશ શાસનકાળથી જ પર્યટન ના રૂપે માનવામાં આવે છે.
અહી વિશાળકાય ચા નો બગીચો અને ઉત્તમ ગુણવત્તાના ચા ની લોકપ્રિયતા આખા વિશ્વમાં ફેમસ છે. ખરેખર, દાર્જિલિંગમાં વિવિધ પ્રકારની ચા અને ગુણવત્તાની ચા ના માપક્રમને અહી નિકાસ કરવામાં આવે છે.
દાર્જિલિંગમાં તમે ઓકનાં વૃક્ષો અને આલ્પ્સના સમશીતોષ્ણ જંગલો પણ જોય શકો છો. મોસમમાં થતા પરિવર્તન છતાં દાર્જિલિંગમાં હરિયાળી છાયેલ રહે છે, જે પર્યટકોને પસંદ છે. દાર્જિલિંગમાં અમુક પ્રકૃતિક પાર્ક પણ છે.
જેમાંથી પદ્માઝા નાયડુ, હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક અને લોયડ બોટનિકલ ગાર્ડન પ્રમુખ છે. સંધ્યાના સમયે તમને અહી મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમી અને ફોટોગ્રાફર જોવા મળશે. દાર્જિલિંગમાં ધણા પ્રકારનું ઓર્કિડ માટે પણ પ્રખ્યાત છે.
આ ક્ષેત્રમાં વન્યજીવની સુરક્ષાની જવાબદારી પશ્ચિમ બંગાળના વન વિભાગ પાસે છે. આ ક્ષેત્રમાં જોવા મળતા સામાન્ય જાનવરોમાં એક સિંગ વાળા ગેંડાઓ, ચિત્તા અને ભારતીય વાઘ મુખ્ય છે.
દાર્જિલિંગ શહેર પક્ષીઓ માટે પણ જાણીતું છે. અહી તમે સુંદર પ્રવાસી પક્ષીઓને પણ ઉડતા જોઈ શકો છો. દાર્જિલિંગના માલ રોડમાં તમે શોપિંગનો પણ આનંદ માણી શકો છો.
અહી દુર્ગા પૂજા, દિવાળી અને મહાકાલિ પૂજા પણ ઉત્સાહ થી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અહી મોટી સંખ્યામાં સ્થાનીય તહેવાર પણ ઉજવવામાં આવે છે. અહીના બૌદ્ધ મઠોમાં જઈને તમે સ્થાનીય સંસ્કૃતિને જાણી શકો છે.
તમે દાર્જિલિંગમાં ઘણા પ્રકારની કોલોનિયલ બિલ્ડીંગ જોઈ શકો છો. બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ શહેર ખુબ વ્યવસ્થિત હતું.
મોટાભાગ ના ભવનોને આજે પણ સારી રીતે સાચવવામાં આવ્યા છે. તમે આ શહેરમાં બ્રિટિશ શાસનકાળના અવશેષોને પણ જોઈ શકો છો. અહીનું ગોંથીક શૈલીમાં બનેલ ચર્ચની સુંદરતા જોવાલાયક છે.
દાર્જિલિંગના લોકો શહેરને વધુ ફરવા લાયક બનાવી દે છે. અહીના લોકો ઘણા બધા પ્રકારના વાદ્ય વગાડવામાં નિષ્ણાત છે. સંગીતપ્રેમી અહી ઘણી વખત નાની શેરીના ક્લબ વિષે લખતા રહે છે.
અહીના સ્થાનીય વ્યંજનનો આનંદ ઉઠાવવો એ યાદગાર સાબિત થઈ શકે છે. અહી અલગ અલગ પ્રકારના પકોડા લોકપ્રિય છે. આને ગરમ સોસ સાથે પીરસવામાં આવે છે અને ચિકન, બીફ, શાકભાજી અને ડુક્કરનું માંસની સાથે બનાવવામાં આવે છે.
દાર્જિલિંગ પ્રવાસન માટે ઘણીબધી જગ્યાઓ છે. જેમાંથી હેપી વેલી ટી એસ્ટેટ, લોયડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ હિમાલયન રેલવે, કેબલ કાર, હિમાલીયન માઉંટેનીરીંગ સંસ્થા અને મ્યુઝિયમ ફેમસ છે.
દાર્જિલિંગના મોસમને મુખ્યત્વે ગરમી, વરસાદ અને ઠંડીમાં વિભાજિત કરી શકાય છે. અહી ગરમીનો મોસમ સામાન્ય હોય છે, જયારે અહી કડાકેદાર ઠંડી પડે છે