મોંઘી દવાઓ નહિ પણ આ 8 વસ્તુઓ ડેન્ગ્યુને કરશે જડમૂળ માંથી દૂર…

ડેન્ગ્યુ તાવમાં દર્દીને રાહત આપવા માટે ડોકટરો ગ્લુકોઝ સહિત એન્ટી-બાયોટિક અને એસિડિટી ના ઈન્જેકશન આપે છે. જ્યારે ઘણા ઘરેલું ઉપાયો પણ દર્દીની પ્લેટલેટ્સમાં વધારો કરી શકે છે.

ડેન્ગ્યુનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ડેન્ગ્યુ તાવમાં દર્દીના સાંધામાં તીવ્ર પીડા થાય છે અને વારંવાર ચક્કર આવે છે. ડેન્ગ્યુ તાવમાં શરીરની પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી ઘટી જાય છે. જે માણસના મોતનું કારણ પણ બની શકે છે.

આ ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડોકટરો ગ્લુકોઝ સહિત એન્ટી-બાયોટિક અને એસિડિટી ના ઈન્જેકશન આપે છે. જ્યારે ઘણા ઘરેલું ઉપાયો પણ દર્દીની પ્લેટલેટ્સમાં વધારો કરી શકે છે.

સામાન્ય રીતે એક વ્યક્તિના શરીરમાં 1.5 લાખ થી લઈને 4 લાખ સુધી પ્લેટલેટ્સ હોય છે. જેની સંખ્યા 50 હજારથી નીચે આવતા દર્દીનો જીવ જોખમમાં આવી શકે છે. આપ ઘણા ઘરેલું નુસ્ખોથી આ પ્લેટલેટ્સ ને રીકવર કરી શકો છો.

પપૈયુ

પ્લેટલેટ્સમાં વધારો કરવા માટે પપૈયાના પાનનો રસ એક રામબાણ ઉપચાર છે. 2009 માં મલેશિયામાં કરવામાં આવેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે પપૈયાના પાન ડેંગ્યુ તાવ માટે એક શાનદાર દવા છે. તમારે દરરોજ 10-20 મિલી પપૈયાનો રસ પીવો જોઈએ.

જવનો રસ

તાજા ઘઉંના ઘાસમાંથી બનાવેલ રસ લઈને દર્દીની પ્લેટલેટ્સ પણ નિયંત્રિત કરી શકાય છે. 150 મિલી જવનો રસ પીવાથી દર્દીની હાલતમાં ઝડપથી સુધાર આવે છે.

બીટ

બીટમાં વિપુલ પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટો હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી હિમોગ્લોબિન અને પ્લેટલેટ્સની માત્રામાં સુધારો થાય છે. જો તમે ઇચ્છતા હોવ તો દર્દીને ખવડાવી શકો છો. તેના 10 મિલી તાજા રસથી પણ દર્દીને ફાયદો થાય છે.

કિવિ

કિવિમાં વિટામિન-સી,વિટામિન-ઇ અને પોલિફેનોલ હોય છે. સવારે અને સાંજે એક કિવિ ખાવાથી પ્લેટલેટની સંખ્યા ઝડપથી વધવા લાગે છે. આ ફળ દ્વારા કોલેસ્ટરોલ પણ નિયંત્રણમાં રહે છે.

દાડમ

દાડમ પણ એક પૌષ્ટિક ફળ છે. તેમાં ઘણું આયર્ન હોય છે. હિમોગ્લોબિન અને પ્લેટલેટ્સનું પ્રમાણ વધારવામાં તે ખૂબ જ મદદગાર હોય છે. ઘરે દાડમનો રસ તૈયાર કરો અને દરરોજ દર્દીને પીવડાવો.

પાણી

લોહીના નિર્માણ માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું જરૂરી છે. દરેક વ્યક્તિએ દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ડેન્ગ્યુ તાવમાં પાણીનો અભાવ વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *