દહીં મેળવતી વખતે દૂધમાં આ વસ્તુ ઉમેરી દેશો તો બનશે આરોગ્ય લક્ષી દહી, તેનાથી દૂર થાય છે ઘણા રોગો…

શિયાળાની ઋતુમાં બીમાર પડવાનું જોખમ વધારે સૌથી વધારે રહે છે. તેના માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે. આ સિઝનમાં હંમેશા એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ છે જે પેટ ને હેલ્ધી રાખે કારણકે પેટ દરેક બીમારીઓ નું જડ હોય છે. એવામાં  તેને હેલ્ધી રાખવા માટે આ વસ્તુઓનો સેવન કરવું જોઈએ.ડાયટિશ્યન અને ડોક્ટરોનાં મત મુજબ શિયાળાની ઋતુમાં પેટ અને આંતરડા ને સ્વસ્થ રાખવા માટે આ વસ્તુઓનું સેવન ખૂબ જ અનિવાર્ય છે. જણાવી દઈએ કે, પેટ નો દુખાવો, શરીર ફૂલવું, વાળ ખરવા અથવા ઊંઘ ના આવવી આ પરેશાની નો સીધો સંબંધ પેટ સાથે છે. એવામાં પેટને સ્વસ્થ રાખવા વાળા પદાર્થોમાં દહીં ખૂબ જ ફાયદાકારક હોય છે. અને જો તેમાં કિસમિશ નાખવામાં આવે તો તેનો ખૂબ જ ફાયદો થાય છે. ચાલો જાણીએ કિસમિશ દહીં બનાવવાની રેસીપી અને તેને ખાવાથી થતા ફાયદાઓ.

કિસમિશ વાળું દહીં બનાવવાની રીત

 

સ્વાસ્થ્ય માટે લાભદાયી કિસમિશ બનાવવા માટે એક બાઉલમાં દૂધ, ચાર-પાંચ કિસમિસ અને દહીં ની જરૂર પડે છે. સૌથી પહેલા દૂધ ને થોડું ગરમ કરી લેવું ત્યારબાદ તેમાં કિસમિશ નાખ્યા બાદ તેમાં એક ચમચી દહીં નાખીને ચમચી ની મદદથી હલાવવું તમારી પાસે દહીં ના હોય તો છાશ નો પણ ઉપયોગ કરી શકો છો. દૂધ દહીં અને કિસમિશ સારી રીતે મિક્સ કર્યા બાદ તેને ઢાંકીને ૮ થી ૧૨ કલાક માટે મૂકવું. ત્યારબાદ દહીં ને ચેક કરવું જો તેની ઉપરનું પડ જાડુ થઇ ગયું હોય તો સમજવું કે તમારું કિસમિશ દહીં તૈયાર છે તેને તમે લંચ માં લંચ બાદ પણ ખાઈ શકો છો.

કિસમિશ દહીં થી થતા ફાયદાઓ

 

  • દહીંમા આયર્ન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા તમામ ગુણો હોય છે. જે શરીરમાં પ્રોબાયોટિક ની જેમ કામ કરે છે અને કિસમિશ દહીં ખાવાથી ઘણી બીમારીઓ તમારાથી દૂર રહે છે.
  • કિસમિશ ની વાત કરીએ તો તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ અને ઘણા પ્રકારનાં પોષક પદાર્થો હોય છે જેને દહીં સાથે મેળવીને ખાવાથી માંસપેશીઓ અને હાડકાંને મજબૂત બને છે સાથે જ હાડકા નો સારો વિકાસ થાય છે.
  • જો તમને પાઇલ્સ જેવી બીમારી હોય તો તેમાં કિસમિશ દહીં રામબાણ ઉપાય છે. કિસમિશ દહીં લંચમાં રોજ ખાવું જોઈએ. દહીં ઉપરાંત લંચ માં એક ગ્લાસ લચ્છી પીવાથી ફાયદાકારક રહેશે.
  • હૃદય સંબંધી બીમારીથી પીડિત લોકો માટે પણ દહીં ખૂબ જ લાભકારી છે.

  • હાઈ બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ વગેરેની પરેશાનીમાંથી છુટકારો મેળવવા માટે દહીંનું સેવન કરવું જોઈએ.
  • દુબળા પાતળા લોકો પોતાનું વજન ન વધવાની સમસ્યાથી પરેશાન હોય છે એવામાં જો તે દહીંનું સેવન કરે છે તો તેના માટે તે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં કિસમિશ નાખીને ખાવાથી વજન પણ વધે છે.
  • ઘણા લોકો મોઢામાં ચાંદા પડવા થી પરેશાન રહે છે. એવા લોકોએ દહીંનું સેવન કરવું જોઈએ તેનાથી મોઢા ના ચાંદા જલદી દૂર થાય છે.
  • બાળકોને જ્યારે દાંત આવતા હોય ત્યારે તેને દહીં અને મધ આપવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *