
બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમની પાસે પોતાનું જેટ પ્લેન છે. કેટલાક પાસે લેટેસ્ટ મોડલની મોંઘી કાર છે, પરંતુ અહીં અમે તમને એવા સ્ટાર્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેમને આ બધા ઉપરાંત મોંઘી સાયકલ ચલાવવાનો શોખ છે.
લાખોની કિંમતમાં આવનારી સાયકલને લઈને તે મુંબઈના રસ્તાઓ પર અવારનવાર જોવા મળે છે. તો ચાલો જાણીએ કે બોલિવૂડના કયા સ્ટાર પાસે કઈ સાયકલ છે અને તેની કિંમત શું છે.
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર પાસે મેટ એક્સ ફોલ્ડેબલ ઇબાઇક છે. તેની કિંમત આશરે 1 લાખ 46 હજાર રૂપિયા છે. આ સાયકલમાં 1000 વોટની પાવરફુલ મોટર છે અને તેમાં સ્માર્ટ એલસીડી ડિસ્પ્લે પણ છે. આ એક સ્માર્ટ સાયકલ છે.
સલમાન પણ મોંઘી સાયકલના દીવાના છે. સલમાન પાસે ‘બીઇંગ હ્યુમન’ સાયકલ છે. તેની કિંમત 40,323 રૂપિયાથી 57,577 રૂપિયાની વચ્ચે છે.
શાહિદ કપૂર પાસે ડુકાતી સ્કેમ્બલર 1100 ઇલેક્ટ્રિક સાયકલ છે. તેની કિંમત 2.5 થી 3 લાખ રૂપિયાની વચ્ચે છે.
સારા અલી ખાન અને તેનો ભાઈ ઇબ્રાહિમ પણ સાયકલ ચલાવવાના શોખીન છે. સારા પાસે યુ-બેન્ડ ચેચિસની વોગ સેક્લેટ છે અને તેની કિંમત 10 થી 15 હજાર રૂપિયાની વચ્ચે છે.
આયુષ્માન ખુરાના અને તાહિરા ખુરાના બંને સાયકલ ચલાવવાના શોખીન છે. તાહિરા પાસે પોકેટ ફ્રેન્ડલી સાયકલ ફાયરફોક્સ સ્નાઇપર ડી છે. તેની કિંમત 20 થી 30 હજાર રૂપિયા છે અને આયુષ્માન પાસે સ્કોટ સાયકલ છે, જેની કિંમત 3 થી 6 લાખ રૂપિયા છે..