આ ચૂર્ણ અનેક રોગોનો છે રામબાણ ઈલાજ, મહિલાઓએ ખાસ વાંચવુ….

આજકાલ દરેક લોકોને કોઈ ને કોઈ સમસ્યા હોય છે. ખોટી ખાણીપીણી ના કારણે પણ ઘણી સમસ્યા થાય છે.

જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે.

પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ, મધ્યમ અને અધોવાયુની સ્થિતિ જાણવી જરૂરી છે.  તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે.

જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. જેથી આજે અમે તમને વાયુ વિકારોથી થતાં રોગો અને તેના માટેના ખાસ નુસખાઓ વિશે જણાવીશું.

શતાવરી ઔષધમાં વપરાય છે. શતાવરી એક ઉત્તમ ઔષધ છે. શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મુળ હોય છે આથી એને શતાવરી કહે છ. તેનાં પાન વાળ જેવાં ઝીણાં અને પુશ્કળ હોય છે. એના છોડને જમીન તરફ વળેલા અવળા કાંટા હોય છે.

શતાવરી ઠંડી, વાજીકર, મધુર-કડવી, રસાયન, સ્વાદીષ્ટ, પચવામાં ભારે, ચીકણી, ધાવણ વધારનાર, બળ આપનાર, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપક, આંખો માટે સારી અને પૌષ્ટીક છે. શતાવરી ત્રીદોષનાશક, ક્ષય, રક્તદોષ, સોજા, ગોળો અને અતીસારનો નાશ કરે છે.

શતાવરી પરમ પીત્તશામક છે. એક એક ચમચી શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં મીશ્ર કરી પીવાથી તરત જ અમ્લપીત્ત-એસીડીટી શાંત થાય છે.

શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, મૈથુનશક્તી વધારનાર-વાજીકરણ છે.

આ ઉપરાંત રક્તવીકાર, વાયુ, અને પીત્તને હરનાર, રક્તમુત્રતા, મુત્રકૃચ્છ્ર, મુત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હીતકારી, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પૌષ્ટીક, ગ્રહણી અને હરસને મટાડનાર છે.

દુઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દુધ પીવું.જો મુત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી, ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી, ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે, કેમ કે મુત્રાશયની શુદ્ધી કરવામાં શતાવરી અને ગોખરું બન્ને ઉત્તમ છે.

કિડનીની સમસ્યા માટે :- 

કીડનીના સોજામાં પણ શતાવરી અને ગોખરું લેવાં.મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર-સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચુર્ણ સાકરવાળા દુધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે. શતાવરીનો તાજો દુધપાક બનાવીને પણ લઈ શકાય.

ફેફસાની સમસ્યા માટે :-

રક્તાતીસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દુધમાં ૧ ચમચી શતાવરીનું ચુર્ણ, ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે. ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારો ફાયદો થાય છે.

મોંમાં ચાંદા પડે ત્યારે :-

 શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દુધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચુર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચુર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનીમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે.

પિત્તની સમસ્યા :

 જેમને વારંવાર પિત્તની તકલીફ થતી હોય, તેમણે સૌપ્રથમ તો પિત્ત વધારનાર આહાર-વિહારનો ત્યાગ કરવો જોઈએ. તીખી, ખારી અને ખાટી એવી ચીજોના સતત કે વધારે પડતા ઉપયોગથી પિત્તપ્રકોપ થાય છે. ચિંતા, ઉજાગરો, ગુસ્સો અને તડકામાં ફરવાથી પણ પિત્તપ્રકોપ થાય છે. એટલે આવા બધાં પિત્તપ્રકોપકનાં કારણોનો ત્યાગ કરીને પિત્તશામક શતાવરીનો ઉપયોગ કરવાથી પિત્તની અનેક તકલીફો મટે છે.

૨૫૦ ગ્રામ જેટલા દૂધમાં એક ચમચી શતાવરી ચૂર્ણ, એક ચમચી જેટલો સાકરનો ભૂકો અને બે ચમચી ગાયનું ઘી નાંખી તેને ગરમ કરવું. બરાબર ઊકળે ત્યારપછી ઠંડુ પાડી ધીમે-ધીમે પી જવું. આ પ્રયોગમાં વપરાતા શતાવરી, દૂધ, સાકર અને ઘી આ ચારે દ્રવ્યો પરમ પિત્તશામક છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *