ચુંદડીવાળા માતાજી તરીકે પ્રખ્યાત પ્રહલાદ જાની થયા બ્રહ્મલીન : જેઓ એ છેલ્લા ૮૦ વર્ષથી કરેલ હતો અન્નજળ નો ત્યાગ , “ઓમ શાંતિ” લખીને આપીએ શ્રદ્ધાંજલિ

ચુંદડીવાળા માતાજી તરીકે પ્રખ્યાત પ્રહલાદ જાની થયા બ્રહ્મલીન : જેઓ એ છેલ્લા ૮૦ વર્ષથી કરેલ હતો અન્નજળ નો ત્યાગ , “ઓમ શાંતિ” લખીને આપીએ શ્રદ્ધાંજલિ
Spread the love

મિત્રો, હાલ આ કોરોનાની સમસ્યા વચ્ચે ફરી એક દુઃખદ ઘટના સર્જાણી છે જેણે સમગ્ર ગુજરાત રાજ્ય મા ચકચાર મચાવી દીધો છે. ગુજરાત રાજ્ય ના અંબાજી વિસ્તાર ના રહેવાસી ચુંદડી વાળા માતા તરીકે પ્રખ્યાત એવા પ્રહલાદ જાની હાલ દેવ થઈ ચૂક્યા છે.

તેમણે તેમના વતન ચરાડા ખાતે ગઈ મધ્યરાત્રિ ના ૨ કલાક અને ૪૫ મિનિટના સમયે અંતિમ શ્વાસ લીધા હતા. ગબ્બર પર્વત ખાતે તેમના આશ્રમ પર ગુરુવારના રોજ વહેલી સવારે તેમના પાર્થિવ દેહને અંતિમ સમાધિ આપવામા આવશે.

 

વતન ચરાડા ખાતે થયુ નિધન :

ચુંદડી વાળા માતાજી એટલે કે પ્રહલાદ ભાઈ જાની ગઈ મધ્યરાત્રિ ના ૨ કલાક અને ૪૫ મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા અને બ્રહ્મલીન થયા હતા. તેમનુ નિધન તેમના વતન ચરાડા ખાતે થયુ. હાલ, છેલ્લા ૮૦ વર્ષોથી ચુંદડી વાળા માતાજી અન્ન અને જળ ગ્રહણ કર્યા વિના જ પોતાનુ જીવન પસાર કરી રહ્યા હતા.

ફક્ત ૧૧ વર્ષની વયે જ તેમણે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો તેમ છતા હાલ સુધી તે એકદમ નિરોગી અને સ્વસ્થ જીવન વ્યતીત કરી રહ્યા હતા.

હાલ, તેમનુ નિધન થઈ ચૂક્યુ છે તેમ છતા હજુ પણ તે અન્ન-જળ વગર આટલુ તંદુરસ્ત જીવન કેવી રીતે વ્યતીત કરી રહ્યા હતા તે તો રહસ્ય જ બનીને રહી ગયુ છે.

તેમના આ પાર્થિવ દેહને અંબાજીના ગબ્બર ખાતે જ્યા તેમનુ આશ્રમ આવેલુ છે ત્યા અંતિમ દર્શન માટે બુધવારના રોજ લઈ જવામા આવશે.

અહી ગબ્બરમા તેમના આશ્રમ ખાતે ૨૮ મે, ગુરુવાર ની વહેલી સવારે ૮ કલાક અને ૧૫ મિનિટે “ચુંદડીવાળા માતાજી” ને સમાધી આપવામા આવશે.

હાલ, શ્રદ્ધાળુઓ ચુંદડીવાળા માતાજીના અંતિમ દર્શન માટે આશ્રમ ની બહાર ઉમટી પડયા છે. તો મિત્રો, આ દિવ્ય આત્મા નો સારી જગ્યા એ વાસ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરજો અને કૉમેન્ટ બોકસમા “ઓમ શાંતિ” અવશ્ય લખજો.

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *