છેલ્લાં 86 વર્ષથી અન્ન-જળ વગર માત્ર શ્વાસ પર જીવતા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા, જાણો શુ હતુ દુર્ગા માતાનુ વચન

છેલ્લાં 86 વર્ષથી અન્ન-જળ વગર માત્ર શ્વાસ પર જીવતા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા, જાણો શુ હતુ દુર્ગા માતાનુ વચન
Spread the love

કોરોના ની આ મહામારી વચ્ચે વધુ એક દુ:ખદ ઘટ્ના બની છે. છેલ્લા 86 વર્ષથી અન્ન-જળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક સિધાવ્યા છે. ચૂંદડીવાળા માતાજીએ માણસાના ચરાડા મુકામે દેહત્યાગ કર્યો છે.  બે દિવસ ભક્તોના દર્શન માટે તેમના નશ્વરદેહને અંબાજીમાં રાખવામાં આવશે. માતાજીને 28 મી મેના રોજ અંબાજી ખાતે સમાધિ આપવામાં આવશે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓ છેલ્લાં 86 વર્ષથી અન્ન-જળ વગર માત્ર શ્વાસ પર જીવતા હતા.

ચુંદડીવાળા માતાજીનો જન્મ 13 ઓગષ્ટ, 1919ના રોજ માણસા તાલુકાનાં ચરાડા ગામે થતો હતો. તેમનું સાચું નામ પ્રહલાદભાઈ મગનભાઈ જાની હતું. તેઓ અંબાજી માતાના પરમ ભક્ત હતા. એવું કહેવાય છે કે તેમના પર માતા અમ્બાના આશીર્વાદ હતા.. તેઓ બાર વર્ષના હતા ત્યારથી દેવલોક પામ્યા ત્યાં સુધી એક અન્નનો દાણો પણ ખાધો નહોતો.

પ્રહલાદભાઈ બાળપણથી જ ધાર્મિક સ્વભાવના હતા. તેમને નાનપણમાં એવા ચમત્કાર થયા કે તેઓ માત્ર સાત વર્ષની ઉંમરમાં અંબાજી માંના ભક્ત બની ગયા હતા. સાત વર્ષની ઉંમરમાં માતાજીની ભક્તિ કરવા કાયમ માટે ઘર છોડીને જંગલમાં જતા રહ્યા હતા.

ચુંદડીવાળા માતાજીને આજ સુધી ક્યારેય ભૂખ લાગી નહોતી. તેઓ કહેતાં હતા કે માતા દુર્ગા એ મને વરદાન આપ્યું હોવાથી મને ભૂખ કે તરસ લાગતી નથી. તેઓએ કહ્યું હતું કે જ્યારે હું બાર વર્ષનો હતો ત્યારે ત્રણ કુંવારિકાઓ મારી પાસે આવીને મારી જીભ પર આંગળી મૂકી ને મને વરદાન આપ્યું હતું. ત્યાર પછી મને ક્યારેય ભૂખ લાગી નથી. એટલું જ નહીં તેમણે આજ સુધી જૈવિક ક્રિયા પણ અટકાવી રાખી હતી. તેઓ માત્ર શ્વાસ લઈને જ જીવી રહ્યા હતા.

પ્રહલાદભાઈ જાનીને લોકો માતાજી તરીકે ઓળખતા હતા. આમ તો સંત જીવન જીવે છે. પોતે પુરુષ હોવા છ્તા લાલ રંગનીસાડી, કપાળે લાલ ચાંદલો અને આભૂષણો પહેરતા હતા. એટલે તેમનો દેખાવ ન પુરુષ કે ન સ્ત્રી જેવો કહી શકાય, પણ બાહ્ર રીતે સ્ત્રી જેવા દેખાવના કારણ લોકો તેમને ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખતા હતા.

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના ડૉ. સુધીરભાઇ શાહ અને એમના સહાયક ડૉક્ટોરની ટીમે વર્ષ 2003માં સાત દિવસ એક રૂમમાં ચુંદડીવાળા માતાજીને રાખ્યા હતા. રૂમમાં સીસીટીવી કેમેરા અને વીડિયો રિપોર્ડિં પણ મૂક્યા હતા. ડૉક્ટોરની ટીમે જુદા-જુડા શારીરિક ટેસ્ટ કરી પ્રયોગો કર્યા હતા.

તબીબોએ પણ કાન પકડી લીધા હતા. બાદમાં વર્ષ 2010માં 22 એપ્રિલથી 6 મે સુધી 35 જેટલા સંશોધકોએ ચુંદડીવાળા માતાજી પર સંશોધન કર્યું હતું. આ સંશોધકોમાં ‘ઈન્ડિયન ડિફેન્સ ઈન્સ્ટિયૂટ ઑફ ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સિઝ’ (IDIPAS)ના ડૉક્ટરો પણ સામેલ હતા. બધા લોકો ચુંદડીવાળા માતાજીના દાવાને નકારી શક્યા નહોતા.

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *