વાસ્તુ શાસ્ત્ર : આ જગ્યાએ ક્યારેય ન રાખો દવાઓ, જાણો કેમ ??

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે સ્વસ્થ રહે અને સાથે જ દવાઓથી દૂર રહે. પણ જો તમે અજાણતા એક નાની ભૂલ કરો છો તો તમારું ઘર બીમારીઓથી ઘેરાયેલું રહે છે. લાઈફને સારી રીતે જીવવા માટે દિલ, દિમાગનું સ્વસ્થ હોવું જરૂરી છે.

આ સમયે ખાસ કરીને તમારે ધ્યાન આપવા જેવી કોઈ વાત હોય તો તે છે ઘરની દિશા. ખાસ કરીને લોકો ઘરમાં સામાન રાખતી સમયે વાસ્તુનું ધ્યાન રાખતા નથી. જેના કારણે તેઓ મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે.

યોગ્ય દિશા વિશે જાણવું જરૂરી
વાસ્તુના અનુસારદવાઓને રાખવાની જગ્યા અને સાથે દિશા તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઘરમાં કોઈ એવી જગ્યા છે જ્યાં જો દવાઓ રાખવામાં આવે તો તમારા જીવન પર તેનો નેગેટિવ ઈમ્પેક્ટ પડે છે. અમે આપને જણાવીએ છીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દવા રાખવાની યોગ્ય અને સાચી દિશા કઈ છે તેના વિશે.

વાસ્તુ અનુસાર ઉત્તર દિશા અને ઉત્તર પૂર્વ દિશામાં દવાઓ રાખવાનું ઉત્તમ માનવામાં આવ્યું છે. જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે છે તો બીમારીઓ જલ્દી દૂર ભાગે છે. વ્યક્તિના સ્વસ્થ થવાની સંભાવનાઓ વધે છે.

પણ દવાઓને દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવામાં આવે તો આ યોગ્ય માનવામાં આવતું નથી. તમે એવું કરવાનું હંમેશા ટાળો તે યોગ્ય છે.વાસ્તુ અનુસાર તમે દક્ષિણ દિશામાં દવાઓ રાખો છો તો ઘરના લોકો હંમેશા નાની મોટી બીમારીથી પીડાતા રહે છે.

નાની મોટી બીમારીમાં પણ તેની જરૂર રહે છે. આ સિવાય દક્ષિણ-પૂર્વ દિશામાં પણ દવા રાખવી નહીં, આ દિશામાં દવા રાખવાથી તેની અસર ઓછી થાય છે. એવામાં નિયમ અનુસાર દવા લેતા રહો છો તો પણ બીમારીઓમાંથી બહાર આવવામાં તમને સમય લાગે ઠેય

રસોડામાં ક્યારેય ન રાખો દવાઓ
કિચનમાં કામ કરતી સમયે કપાઈ જવું કે દાઝી જવું સામાન્ય રહે છે એવામાં લોકો વિચારે છે કે રસોઈના કોઈ ડ્રોઅરમાં તેને રાખીએ અને ફર્સ્ટ એડ બોક્સ પણ ત્યાં રાખે છે. પણ વાસ્તુ અનુસાર રસોઈ ઘરમાં દવાઓ રાખવી નહીં. વાસ્તુનું કહેવું છે કે તેનાથી ખરાબ અસર થઈ શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *