કપૂરના તેલના છે અગણિત ફાયદાઓ, તેના ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
કપૂરનો ઉપયોગ પૂજાના કાર્યોમાં કરવામાં આવે છે. તેમાં ઘણા એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ ગુણધર્મો હોય છે. પૂજામાં ઉપયોગ કરવાની સાથે સાથે ત્વચા માટે પણ કપૂર ખૂબ ફાયદાકારક સાબિત થયું છે. એવામાં આજે અમે તમને કપૂરના તેલના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આવો જાણીએ તેના ચમત્કારિક ફાયદા વિશે…
ખીલથી રાહત
કપૂરના તેલને ત્વચા પર લગાવવાથી ખીલથી રાહત મળે છે. તેનાથી ત્વચા પરના ડાઘ પણ ઓછા થાય છે.
વાળને ખરતા અટકાવે છે
વાળમાં કપૂર તેલ લગાવવાથી વાળ ઝડપથી વધવા માંડે છે, મજબૂત બને છે અને ખરતા પણ અટકે છે. આ માટે કપૂરના તેલમાં દહીંને મિક્સ કરો અને વાળના મૂળમાં લગાવો અને એક કલાક વાળ ધોઈ લો.
માથાના દુખાવમાં અપાવે છે રાહત
કપૂર અને તુલસીના રસને સુખડ સાથે ઘસીને કપાળ પર લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. કપૂર અને ચંદનનો લેપ કરવાથી કોઈપણ પ્રકારની બળતરામાં રાહત મળે છે. કપૂરનું તેલ ફાટેલી એડિયો માટે પણ કરી શકાય છે.
ખંજવાળમાંથી મળે છે રાહત
શરીરની ત્વચા પર ખંજવાળ થતા પણ તેના તેલનો પ્રયોગ કરવો લાભકારી હોય છે. તેના તેલનો પ્રયોગ કરવાથી ખંજવાળમાંથી રાહત મેળવી શકાય છે.
ત્વચાને બનાવે છે સુંદર
કપૂરનુ તેલ આપણી ત્વચાને પણ સુંદર બનાવવામાં ફાયદાકારી હોય છે. તેનો પ્રયોગ કરવાથી નિખાર વધી જાય છે. પણ સૌ પહેલા આ તેલનો પ્રયોગ તમારા હાથ પર કરીને જોઈ લેવો જોઈએ કે તમને આ તેલથી કોઈ એલર્જી તો થતી નથી ને.