આ કારણોસર સુરતમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની કાર રેલી રદ, જાણો વિગતવાર

આ કારણોસર સુરતમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની કાર રેલી રદ, જાણો વિગતવાર
Spread the love

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલની સુરત ખાતે યોજાનારી સ્વાગત કાર રેલી રદ કરી દેવામાં આવી છે. ભીડ વધુ એકઠી થવાની આશંકાને પગલે આ રેલી રદ કરી દેવામાં આવી છે.

નવસારીના સાંસદ સી.આર. પાટીલને ભાજપ પ્રમુખ બનાવાતા આજે તેમની રેલી યોજાવાની હતી. જોકે, હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે, ત્યારે વધુ ભીડ એકઠી થવાની આશંકાએ આ રેલી રદ કરી દેવામાં આવી છે.

સી.આર. પાટીલે રેલી રદ કરવા મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રસ્તા પર કારની લાંબી લાઇનો લાગી છે. જોકે, નાનું એવું પણ જોખમ હયો તો હું લેવા માંગતો નથી.

આ લાગણી પ્રદર્શિત કરવાનો યોગ્ય સમય ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નવસારી સહિત અન્ય જગ્યાએ પણ કાર્યક્રમો રદ કરવાની તેમણે જાહેરાત કરી છે.

નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સુરતમાં યોજાનારી રેલી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *