આ વસ્તુનુ સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ રહેશે નિયંત્રણમાં…
ડાયાબિટીસ એટલે કે મધુમેહ એક ખુબ જ સામાન્ય પરંતુ ગંભીર બીમારી છે. દુનિયાભરમાં ડાયાબિટીસના રોગીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ બીમારીમાં શરીરમાં બ્લડ શુગર લેવલ અસામાન્ય રીતે વધી જાય છે.
જેનાથી શરીરના વિવિધ અંગો પર તેની અસર પડે છે. નિષ્ણાંતો કહે છે કે જ્યારે ડાયાબિટીસ કાબુ બહાર થઇ જાય છે તો તેના કારણે હૃદય રોગ, કિડનીની સમસ્યાઓ અને આંખોની રોશની ચાલી જવાની સંભાવના વધી જાય છે.
તેથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખવું ખુબ જરૂરી હોય છે. તેના માટે કઈ કઈ વસ્તુઓને ડાયેટમાં સામેલ કરવી જોઈએ તે જાણીએ.
નટ્સ
નટ્સમાં ભરપુર માત્રામાં વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે બદામ, અખરોટ, પિસ્તા, મગફળી, કાજુ વગેરે જેવા નટ્સનું સેવન જરૂર કરવું જોઈએ. આ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
બીન્સ
બીન્સ પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ, ફોલેટ અને મેગ્નેશિયમ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બીન્સના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે.
હાઈ પ્રોટીન ફૂડ
ઈંડા, માછલી, ચિકન, દાળઅને પનીર હાઈ પ્રોટીન ફૂડ ગણાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. આ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસના દર્દી રાજમા, કાબુલી ચણા, મગ વગેરેનું પણ સેવન કરી શકે છે.
કારેલા
કારેલાને એક સુપરફૂડ માનવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે વધારે પડતા લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ કોઈ અમૃતથી ઓછું નથી. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે કારેલાનું જ્યુસ જરૂર પીવું જોઈએ. આ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.
આંબળા
આંબળાને ગુણોની ખાણ કહેવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આંબળા કોઈ સંજીવનીથી ઓછા નથી, કારણ કે આંબળાના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.