બોલીવિડ આ 5 અભિનેત્રી સાઇડ બિઝનેસમાંથી પણ કરે છે તગડી કમાણી, તે જાણીને તમે દંગ રહી જશો…

હિન્દી સિનેમામાં એવા ઘણા કલાકારો છે, જે ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત સાઈડ બિઝનેસમાંથી પણ ઘણી કમાણી કરે છે. અભિનેતાઓની સાથે ઘણી અભિનેત્રીઓ પણ આ કામમાં નિષ્ણાંત છે. આજે અમે તમને હિન્દી સિનેમાની એવી 5 અભિનેત્રીઓ વિશે માહિતી આપી રહ્યા છીએ. તમે અહીં બોલિવૂડની પાંચ સફળ અભિનેત્રીઓની સાથે જ આજે તેમના સાઇડ બિઝનેસ વિશે પણ જાણશો. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ અને તેમના બિઝનેસ વિશે.

સની લિયોની:

પૂર્વ એડલ્ટ સ્ટાર અને બોલિવૂડ અભિનેત્રી સની લિયોની એ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવ્યું છે. સની ફિલ્મોને અલવિદા કહી ચુકી છે, પરંતુ તે હજી પણ આ ક્ષેત્ર સાથે ક્યાંકને ક્યાંક સંકળાયેલી છે. તેણે એડલ્ટ સ્ટોર ખોલ્યો છે. તેમાં એડલ્ટ ટોય્ઝ, એક્ટ્રેક્ટિવ કોસ્ટ્યૂમ, પાર્ટી વિયર, સ્વિમ વિયર જેવી પ્રોડક્ટ મળે છે. સાથે જ જણાવી દઈએ કે, સની લિયોની ‘લસ્ટ’ નામની એક પરફ્યુમ અને કોસ્મેટિક લાઇન પણ ચલાવે છે.

સુષ્મિતા સેન:

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ છતાં પણ તે મોટી કમાણી કરે છે. સુષ્મિતાની પોતાની એક જ્વેલરી લાઇન છે જે ઘણી ફેમસ છે. સુષ્મિતા સેનનો આ બિઝનેસ તેની માતા સંભાળે છે. જ્યારે સુષ્મિતા સેનની પોતાની એક ‘તંત્રા એંટરટેનમેંટ’ નામથી પ્રોડક્શન કંપની છે.

દીપિકા પાદુકોણ:

દીપિકા પાદુકોણ આજના સમયની સૌથી મોંઘી, પ્રખ્યાત અને મોટી અભિનેત્રી છે. તે એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે. દીપિકાને પાદુકોણને આજે દરેક વ્યક્તિ પસંદ કરે છે. ફિલ્મો ઉપરાંત તે બિઝનેસમાંથી પણ ઘણી કમાણી કરે છે. દીપિકાએ થોડા વર્ષો પહેલા પોતાની ઓનલાઇન ફેશન લાઇન ‘ઓલ અબાઉટ યુ’ શરૂ કરી હતી અને તેનું આ ઓનલાઇન ફેશન પ્લેટફોર્મ મિન્ત્રા પર ઉપલબ્ધ છે.

અનુષ્કા શર્મા:

ખૂબ જ ઓછા સમયમાં અભિનેત્રી અનુષ્કા શર્માએ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બનાવ્યું છે. તે એક સફળ અભિનેત્રી હોવાની સાથે બિઝનેસ વુમન પણ છે. અનુષ્કા અને તેના ભાઈએ પોતાની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યૂશન કંપની ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ ખોલી છે. આ અંતર્ગત તેણે ‘એનએચ 10’, ‘ફીલૌરી’ અને ‘પરી’ જેવી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું છે. તે જ સમયે, અનુષ્કા પાસે ‘નુશ’ નામની ક્લોથિંગ લાઇન પણ છે.

કેટરિના કૈફ:

કેટરિના કૈફ તેની સુંદર એક્ટિંગની સાથે જ સુંદરતા માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તેની ગણતરી એક મોટી અભિનેત્રી તરીકે થાય છે. તે એક સફળ અભિનેત્રીનિ સાથે બિઝનેસ વુમન પણ છે. તેણે ભારતીય બ્યુટી રિટેલર ‘નાયકા’ સાથે પાર્ટનરશિપમાં પોતાની બ્યુટી બ્રાન્ડ ‘કે બ્યૂટી’ ખોલી છે. છોકરીઓની વચ્ચે કેટરિનાની આ બ્યૂટી બ્રાન્ડ ચર્ચામાં રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *