બોલીવુડની ‘બેબી ડોલ’ સની લિયોનના લગ્નને થયા 10 વર્ષ પૂર્ણ, આ રીતે સેલિબ્રેટ કરી 10 મી એનિવર્સરી….

બોલીવુડની ‘બેબી ડોલ’ અભિનેત્રી સન્ની લિયોન ઘણીવાર સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણસર છવાયેલી રહે છે. કેટલીકવાર સની નિયોની તેની બોલ્ડ સ્ટાઈલને કારણે તો ક્યારેક બાળકો સાથેની મસ્તીને કારણે સન્ની લિયોન સોશ્યલ મીડિયા પર રહે છે.

તાજેતરમાં જ સની લિયોનીના લગ્નને દસ વર્ષ પૂર્ણ થયા છે. સની લિયોને 9 એપ્રિલે પતિ ડેનિયલ વેબર સાથે મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ ખાસ પ્રસંગે ડેનિયલ વેબરે સનીને એક ખૂબ જ ખાસ ગિફ્ટ આપી હતી.

સની લિયોનના લગ્નને થયા 10 વર્ષ પૂર્ણ:

જણાવી દઈએ કે સની લિયોન અને ડેનિયલ વેબર લગ્નના બંધનમાં બંધાયા તેને 10 વર્ષ થઈ ગયા છે. બીજી તરફ, પતિ ડેનિયલ વેબરે આ પ્રસંગ પર ખૂબ જ ખાસ ગિફ્ટ આપી છે.

સની લિયોને તેના સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે તેના પતિ તરફથી મળેલી ગિફ્ટને ફ્લોંટ કરતી જોવા મળી રહી છે.

ડેનિયલ વેબરે સનીને આપ્યો હીરાનો હાર:

ડેનિયલ વેબરે સન્ની લિયોનને તેમની વેડિંગ એનિવર્સરી પર ખૂજ કિંમતી હીરાનો હાર આપ્યો છે. પતિ પાસેથી આ ખાસ ગિફ્ટ મળ્યા પછી સનીની ખુશીનું ઠેકાણું રહ્યૂં નથી.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને, સનીએ તેના પતિ તરફથી મળેલી ગિફ્ટને તેના ચાહકો સાથે શેર કરી. આ સાથે સનીએ વીડિયોના કેપ્શનમાં પતિ માટે એક ખાસ મેસેજ પણ લખ્યો છે.

સનીએ તેની પોસ્ટમાં લખ્યું, ‘આપણી એનિવર્સરી પર હીરા વરસાવવા માટે આભાર, આ ખરેખર એક સ્વપ્ન છે !! લગ્નના 10 વર્ષ અને 13 વર્ષ સાથે પોતાનું જીવન પસાર કરતા, કોણે વિચાર્યું હતું કે એક સુંદર સપના વિશે વાત કરતા અહીં સુધી પહોંચી જઈશું. લવ યુ ‘

સનીના પરિવારમાં તેના પતિ ઉપરાંત ત્રણ બાળકો છે. સની અને ડેનિયલે નિશા નામની એક બાળકીને દત્તક લીધી હતી, જ્યારે ત્યાર પછી તે સરોગેસીથી જુડવા બાળકોના માતા-પિતા બન્યા હતા.

જો આપણે ડેનિયલ વેબરની વાત કરીએ, સનીની જેમ, ડેનિયલ પણ એક પોર્ન સ્ટાર હતો. બંનેની 13 વર્ષ પહેલાં મુલાકાત થઈ હતી અને ત્રણ વર્ષની ડેટિંગ પછી તેમના લગ્ન થયા હતા.

સની લિયોને ખરીદ્યો 5 બીએચકે ફ્લેટ્સ:

સની લિયોને તાજેતરમાં જ મુંબઈના અંધેરીમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જેની કિંમત આશરે 16 કરોડ રૂપિયા છે. અભિનેત્રીનું આ નવું ઘર અંધેરી પશ્ચિમમાં એટલાન્ટિસ નામની બિલ્ડિંગમાં 12 મા માળે છે. સનીનું નવું ઘર 5BHK એપાર્ટમેન્ટ છે.

આ નવા ઘરમાં સની 3 મોટી કાર પાર્ક કરી શકે છે. જો સમાચારની વાત માનવામાં આવે તો સનીએ 28 માર્ચે આ ફ્લેટ ખરીદ્યો હતો. ખાસ વાત એ છે કે સનીએ આ ફ્લેટ પોતાના અસલી નામ એટલે કે કરણજીત કૌર વ્હોરાના નામથી ખરીદ્યો છે.

ટૂંક સમયમાં વેબ સિરીઝ ‘અનામિકા’ જોવા મળશે:

સની લિયોન આજકાલ નાના પડદા પર રિયાલિટી ટીવી શો સ્પ્લિટ્સવિલાને લઈને હેડલાઈન્સમાં છે. સન્ની કેરળમાં રણવિજય સિંહા સાથે સ્પ્લિટ્સવિલા 12 નું શૂટિંગ કરી રહી હતી.

તેણે તાજેતરમાં કેરળના સેટ પરથી કેટલીક તસવીર પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે સની લિયોન ટૂંક સમયમાં જ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘અનામિકા’માં જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *