બોલીવુડ એકટર બોબી દેઓલની પત્ની છે એક સફળ બિઝનેસવુમન, તે કમાય છે તેના કરતા વધારે…

ફિલ્મ ઈંડસ્ટ્રીની સ્ટાઈલિશ અને સક્સેસફુલ સ્ટાર વાઇફ્સમાં તાન્યા દેઓલનું નામ જરૂર આવે છે. તાન્યા દેઓલ બોલિવૂડના સુપરસ્ટાર ધર્મેન્દ્રના ઘરની નાની વહુ છે અને અભિનેતા બોબી દેઓલની પત્ની છે. તાન્યા દેઓલ એક પ્રાઈવેટ પર્સન તો છે જ પરંતુ તે તેની સાસુ પ્રકાશ કૌર અને જેઠાણી પૂજા દેઓલની જેમ લાઈમ લાઈટથી દૂર રહેતી નથી.

તાન્યા ઘણીવાર તેના પતિ બોબી દેઓલ સાથે બોલિવૂડના કાર્યક્રમો અને ફંક્શનમાં જોવા મળે છે. તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકને કારણે તાન્યા ઘણીવાર કેમેરાનું ધ્યાન આકર્ષિત કરે છે. જોકે, તાન્યા માત્ર એક સ્ટાર વાઇફ જ નહીં પરંતુ તે એક સફળ બિઝનેસવુમન પણ છે. આજે અમે તમને ધર્મેન્દ્રની નાની વહુ તાન્યા દેઓલ વિશે કેટલીક વિશેષ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, તે શું કરે છે અને તે કેવી રીતે સફળ બિઝનેસવુમન બની છે.

આ જાણીને આશ્ચર્ય થશે કે તાન્યા તેના પતિ બોબી દેઓલ કરતા વધારે કમાણી કરે છે. તેની વાર્ષિક કમાણી બોબી દેઓલની કમાણી કરતાં વધુ છે. એટલું જ નહીં, એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે બોબી દેઓલની ફિલ્મ કારકીર્દિનો અંત આવી ગયો અને તેને નવી ફિલ્મો માટે ઓફર મળવાનું પણ બંધ થઈ ગયું હતું ત્યારે તાન્યા એ બોબી દેઓલની આર્થિક મદદ કરી હતી, બોબીને ડિપ્રેશનમાંથી બહાર નિકળવામાં પણ મદદ કરી હતી. એક સમય હતો જ્યારે બોબી નિષ્ફળતાના સમયમાં દારૂના નશામાં ડૂબી ગયો હતો, ત્યારે બોબીની આ આદત છોડાવવા માટે તન્યા એ તેને ઘરની બહાર કાઢ્યો હતો ત્યાર પછી બોબીએ શરબથી અંતર બનાવી લીધું હતું.

જણાવી દઈએ કે તાન્યા દેઓલ ઈંડસ્ટ્રીની જાણીતી ઇન્ટિરિયર ડિઝાઇનર છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ શીખ્યા પછી પોતાની કારકિર્દિની શરૂઆત તાન્યા એ માત્ર ફર્નિચર ડિઝાઈન કરીને કરી. પરંતુ પછી ટૂંક સમયમાં જ તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તાન્યાની હોમ ડેકોર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સ્ટોર છે જેનું નામ ‘ધ ગુડ અર્થ’ છે. તાન્યા દેઓલે ઘણા સેલિબ્રિટીના ઘરને પણ ડિઝાઈન કર્યું છે. તાન્યાના સ્ટોરમાં એકથી એક ચઢિયાતી હોમ ડેકોર આઈટમ્સ અને ફર્નિચર છે. આ સ્ટોરમાંથી તાન્યા વાર્ષિક કરોડોની કમાણી કરે છે.

 

ખરેખર તાન્યા દેઓલ મલ્ટિ-ટાસ્કિંગ બિઝનેસવુમન છે. ઇંટીરિયર ડિઝાઇનિંગ ઉપરાંત તાન્યાએ કેટલીક ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ પણ કર્યું છે. 2005 માં આવેલી ફિલ્મ જુર્મ અને 2007 માં આવેલી ફિલ્મ નન્હે જેસલમેર માટે તાન્યાએ કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. જોકે આ કામમાં તેને વધુ સફળતા મળી નહિ. તાન્યા બોબી સાથે મળીને મુંબઇમાં એક રેસ્ટોરન્ટ પણ ચલાવી રહી છે.

તે જ સમયે બોબી અને તાન્યાના લગ્નને આ વર્ષે 25 વર્ષ થવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન 30 મે 1996 ના રોજ થયા હતાં. બોબી અને તાન્યાને બે પુત્રો આર્યમાન અને ધરમ દેઓલ છે. આર્યમાન ન્યૂયોર્કમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. જોકે, બોબી ઈચ્છે છે કે એક દિવસ આર્યમન પણ તેમની જેમ એક્ટિંગ કરે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *