કાળું મીઠું ખૂબ ફાયદાકારક છે, આ રોગોને દૂર કરે છે, જાણો તેના આશ્ચર્યજનક ફાયદાઓ
આપણા શરીર માટે મીઠું ખૂબ જ મહત્વનું છે. આપણે રોજીંદા ખોરાક માં સફેદ નો ઉપયોગ કરીયે છીએ. પરંતુ આયુર્વેદ ની અંદર કાળું મીઠા ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આપણા શરીર માં ઘણી બીમારીઓ ને કાળું મીઠું નષ્ટ કરે છે. તેથી સફેદ મીઠાની સાથે સાથે કાળું મીઠાનો પણ ઉપયોગ કરવો જોઈએ.
જાણો તેના ફાયદાઓ
ગેસની સમસ્યા દૂર કરે
કાળું મીઠું ખાવાથી પેટ સ્વસ્થ રહે છે. ગેસની સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો ગેસ ની સમસ્યાથી પીડાતા હોય તેને આહારમાં થોડું કાળું મીઠું ઉમેરીને ખોરાક લોકો જોઈએ. એસિડિટી અને કબજિયાત માટે ખુબ જ કાળું મીઠા ખુબ જ લાભદાયક છે.
તનાવ માંથી મુક્તી
કાળું મીઠું તનાવ દૂર કરે અને તેને ખાવાથી મનને શાંત મળે છે. તમને તનાવ રહેતો હોય તો રોજ રાત્રે થોડું કાળું મીઠાને ચાટવું જોઈએ તેનાથી આરામ મળી શકે છે. તે આપણા શરીરમાં સેરેટોનિન હોર્મોનવધારવાનું કાર્ય કરે છે. જેના કારણે તણાવ માં રાહત મળે છે. આ ઉપરાંત અનિદ્રાના સમયમાં કાળું મીઠું ખાવાથી લાભ થાય છે. અનિદ્રાના સમસ્યા દૂર થાય છે.
સોજો ઓછો કરવામાં મદદ
પગ, સાંધામાં દુખાવો અથવા તો સોજો આવે તો કાળું મીઠાથી શેકો. એક વાસણમાં કાળું મીઠું ઉમેરો અને તેને ગેસ પર સારી રીતે ગરમ કરો. ત્યાર પછી તેને એક સુતરાઉ કાપડમાં બાંધો. આ કાપડને સોજો અથવા પીડાદાયક સ્થાને રાખીને બાંધી દો. તમારા પગમાં સોજો અને પીડા દૂર થશે અને તમને રાહત મળશે.
શરીર નું વજન ઘટાડવામાં મદદરૂપ
જે લોકો ને શરીર માં ચરબી છે અને વજન ઓછું ઓરવું હોય તો તેઓએ કાળું મીઠાનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. કાળું મીઠામાં સોડિયમ પ્રમાણ ઓછું હોય છે. તેના કારણે તે ખાવાથી વજન ઘટાડવામાં મદદ થાય છે.
કાળું મીઠાથી થતું નુકસાન
ખુબ જ વધારે પ્રમાણ માં કાળું મીઠું ખાવાથી શરીરને ઘણું નુકસાન પણ થાય છે. તેના કારણે વધારે પડતું સેવન નો કરો. આ ઉપરાંત, કાળું મીઠાનું વધુ પડતું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, હાયપરટેન્શન, હ્રદયરોગ, કિડનીની સમસ્યાઓ, પત્થરો, સ્ટ્રોક અને આંતરડાનું કેન્સર થવાનું ભય રહે છે.
કાળું મીઠા નો કઈ રીતે ઉપયોગ કરી શકાય.
ખોરાક રાંધતી વખતે શાકભાજીમાં કાળું મીઠું ઉમેરીને ખાઈ શકાય છે.
આ ઉપરાંત તેને દહીંમાં ભેળવીને પણ ખાય શકાય છે. સલાડ માં પણ કાળું મીઠું છંટકાવ કરી શકો છો.
આ ઉપરાંત, લીંબુ સરબત બનાવતી વખતે આ કાળું મીઠું પણ ઉમેરી શકાય છે.