આ છે ભાંગ નો નશો ઉતારવાના કેટલાક ઘરેલું ઉપાય…..
ભાંગના સેવનથી નશો ચઢી જાય છે જે લાંબા સમય સુધી રહે છે. જો તમને ભાંગ પીવાથી નશો ચઢી જાય છે, તો તેને દૂર કરવા માટે નીચે જણાવેલા ઉપાય કરો. આ ઉપાય કરવાથી થોડી વારમાં ભાંગનો નશો ઉતરી જશે.
ખરેખર ભાંગ એકે એવી ચીજ છે. જેનો નશો 2 દિવસ સુધી ચાલે છે. મહાશિવરાત્રી અને હોળીના દિવસે ઘણા લોકો ભાંગનું સેવન કરે છે. જેના કારણે તેમને નશો ચઢી જાય છે. જે લાંબા સમય સુધી રહે છે. તો ચાલો જાણીએ નશો ઉતારવાના કેટલાક ઘરેલું ઉપાય.
ખાટી ચીજો ખાઓ:
ખાટી ચીજોથી નશો જલ્દીથી ઉતરી જાય છે. તેથી જ્યારે નશો ચઢે ત્યારે ખાટી ચીજોનું સેવન કરો. તમે લીંબુ પાણી પી શકો છો અથવા છાશ, દહીં, આમલીનું પાણી પી શકો છો. આ ચીજોનું સેવન કરવાથી ભાંગનો નશો ઉતરી જશે.
આ રીતે તૈયાર કરો લીંબુનો રસ:
લીંબુને કાપીને તેનો રસ કાઢો. તેમાં પાણી ઉમેરો. જો તમે ઇચ્છો તો થોડું મીઠું પણ ઉમેરી શકો છો. પરંતુ આ પાણીમાં ખાંડ ન નાખો. આ સિવાય જો તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ પી શકો છો.
ગરમ પાણીનું સેવન કરો:
જો ભાંગ પીવાથી નશો ચળ્યો છે, તો સરસવનું તેલ હળવું ગરમ કરીને તમારા કાનમાં નાખો. આ તેલ કાનમાં નાંખવાથી નશો ઉતરી જશે અને આરામ મળશે. સાથે જ હળવું ગરમ પાણી પણ પી લો.
દેશી ઘીનું સેવન કરો:
નશો ઉતારવા માટે તમે દેશી ઘીનું સેવન પણ કરી શકો છો. દેશી ઘી ખાવાથી પણ નશામાંથી રાહત મળે છે. દેશી ઘી બે થી ત્રણ ચમચી ગરમ કરો. પછી તેનું સેવન કરો. દિવસમાં બે વાર તેનું સેવન કરો. તમને આરામ મળશે અને નશો ઉતરી જશે. માત્ર આ વાતનું ધ્યાન રાખો કે તમે માત્ર શુદ્ધ ઘીનું સેવન કરો.
ચણાનું સેવન કરો:
શેકેલા ચણા ખાવાથી પણ ભાંગનો નશો ઉતરવા લાગે છે. ભાંગ ખાધા પછી શેકેલા ચણાનું સેવન કરો. નશો ઓછો થવા લાગશે. આ સિવાય તમે ઇચ્છો તો સંતરાનું સેવન પણ કરી શકો છો. સંતરાનું સેવન કરવાથી પણ રાહત મળે છે.
આદુનું સેવન કરો:
થોડું આદું લઈને તેને શેકી લો. પછી તેનું સેવન કરો અથવા તેનો રસ કાઢીને તેનુ સેવન કરો. આ ઉપરાંત આદુંની ચા પણ પી શકો છો.